અંડરવર્લ્ડ : ગ્લોબલ ટેરેરિસ્ટ દાઉદ ઈબ્રાહિમની કોરોના વાઈરસથી મોતની અટકળો, હજુ કોઈ પુષ્ટી નહીં

0
6

નવી દિલ્હી/ઈસ્લામાબાદ. ભારતના મોસ્ટ વોન્ટેડ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના મોતની અટકળો લગાવાઈ રહી છે. શુક્રવારે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે, દાઉદ અને તેની પત્ની કોરોના સંક્રમિત છે અને બન્નેને કરાચીની આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. બન્નેની સ્થિતિ ગંભીર હોવાના સમાચાર પણ હતા. ત્યારબાદ શનિવારે દાઉદના મોત સમાચાર આવવા લાગ્યા છે. પરંતુ હજુ સુધી આ અંગેની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી.

શુક્રવારે જ દાઉદના નાના ભાઈ અનીસે દાઉદના કોરોના સંક્રમિત હોવાના સમાચારોને ખોટા ગણાવ્યા હતા. અનીસે કહ્યું હતું કે, ડી-કંપની(દાઉદનું નેટવર્ક આ જ નામે ઓળખાય છે)દુબઈ અને પાકિસ્તાનમાં બિઝનેસ કરી રહી છે.

દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ હોવાના સમાચાર

શુક્રવારે રાતે ઈન્ટેલિજન્સ એજન્સીઓના હવાલાથી આવેલા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે, કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં રહેનારા દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.બન્નેની કરાચીના આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન આર્મીની ઈન્ટેલિજન્સ યૂનિટ અને ISI તેની પર નજર ટીકાવીને બેસ્યા છે.

દાઉદના ભાઈએ સમાચારને ખોટા ગણાવ્યા

દાઉદ અંગેના આ સમાચારને તેના ભાઈ અનીસ ઈબ્રાહિમે ફગાવી દીધા છે. અનીસે દાવો કર્યો હતો કે તેના ભાઈ અને પરિવાર સુરક્ષિત છે અને કોઈને સારવાર માટે દાખલ કરાયા નથી.

અનીસે જણાવ્યું કે, ડી કંપની પાકિસ્તાન અને દુબઈથી બિઝનેસ કરી રહી છે. અનીસને જ્યારે UAEની લગ્ઝરી હોટલ અને પાકિસ્તાનમાં મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, શું કરીએ.. ટ્રાન્સપોર્ટનો બિઝનેસ પણ ચાલી રહ્યો છે.

કોણ છે દાઉદ?

દાઉદ ઈબ્રાહિમ 1993માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટમાઈન્ડ હતો. આ આતંકી ઘટનામાં 13 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 350 લોકોના મોત થયા હતા અને 1200થી વધુ લોકો ઘાયલ થયા હતા. 2003માં ભારત સરકારે અમેરિકા સાથે મળીને દાઉદને ગ્લોબલ ટેરેરિસ્ટ જાહેર કરી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here