ગાંધીનગર ખાતે બેરોજગાર કલાકારો ધરણા પર બેઠા, સરકાર સામે કરી આ રજૂઆત

0
3

છેલ્લા 9 મહિનાથી ધંધા રોજગાર ઠપ્પ થતા સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકારોની સ્થિતિ કફોડી બની છે. લોકડાઉન ખૂલ્યા બાદ પણ મોટા સ્ટેજ શો, કાર્યક્રમોમાં મહત્વનો ભાગ ભજવતા કલાકારો માટે એક એક દિવસ વિતાવવો હવે મુશ્કેલ બની ગયો છે. કોરોના સંક્રમણ વચ્ચે શરૂ થયેલા લોકડાઉન અને ત્યારબાદ સંગીત સાથે જોડાયેલા કાર્યક્રમોને અનલોકમાં પણ રાહત ન મળતા કલાકારો માટે જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે.

ત્યારે રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણી પર ધરણા પર બેઠા છે. છેલ્લા નવ મહિનાથી રોજગારી નહીં મળવાને કારણે ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી છે. કલાકારો દ્વારા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ નહીં આવતા ધરણા પર જવાનો નિર્ણય લીધો છે.

છેલ્લા નવ મહિનાથી રોજગારી નહીં મળવાને કારણે ઘર ચલાવવાની મુશ્કેલી પડી રહી છે. કલાકારો દ્વારા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સમક્ષ અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ નહીં આવતા ધરણા પર જવાનો નિર્ણય લીધો છે. કલાકાર આંદોલન અધિકારી સમિતિના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે.

રાજ્યમાં ગરબા કે શેરી ગરબાની મંજૂરી નહીં હોવાના કારણે આગામી દિવસો પણ તે લોકો માટે મુશ્કેલ કર્યા હોવાનો દાવોએ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જે ગામડાઓમાં કોરોના સંક્રમિત નથી ત્યાં કાર્યક્રમ આપવાની પણ મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.