Friday, April 19, 2024
Homeદેશમાં ખેડુતો કરતા બેરોજગાર હાલમાં આપઘાત કરી રહ્યા છે
Array

દેશમાં ખેડુતો કરતા બેરોજગાર હાલમાં આપઘાત કરી રહ્યા છે

- Advertisement -

ભારતમાં બેરોજગારીથી તંગ આવીને આત્મહત્યા કરનારની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. બેરોજગારીથી તંગ આવીને આત્મહત્યા કરનાર લોકોની સંખ્યા ખેડુતોની આત્મહત્યા કરતા વધારે થઇ ગઇ છે. ખેડુતોની આત્મહત્યાનો સામનો કરીને રહેલા ભારત માટે નેશનલ ક્રાઇ રેકોર્ડ બ્યુરો દ્વારા હવે ચોંકાવનારા આંકડા જારી કર્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે કેટલાક મોરચા પર દેશમાં સમસ્યા ઉભી થઇ રહી છે. બેરોજગાર યુવાનોની સંખ્યા ખુબ વધારે છે. પ્રોફેશનના આધારપર સૌથી વધારે આત્મહત્યા ગ્રામીણ મજદુરો દ્વારા કરવામાં આવી રહી છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો કેન્દ્રિત ગૃહ મંત્રાયલ હેઠળ આવતી સંસ્થા છે. જે દેશભરમાં અપરાધ સાથે જોડાયેલા આંકડા અને ટ્રેડના રિપોર્ટ જારી કરે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૮માં ભારતમાં આત્મહત્યાના મામલામાં ૩.૬ ટકા સુધીનો વધારો થયો છે. આત્મહત્યાના બે મુખ્ય કારણ રહેલા છે. બેરોજગાર લોકોની આત્મહત્યા કરવા માટેનો દર ૯.૬ ટકા છે. જ્યારે ખેડુતોની ટકાવારી ૭.૭ ટકાની આસપાસ છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા દર્શાવે છે કે વર્ષ આ રાજ્યમા સૌથી વધારે કેસ થયા છે. વર્ષ ૨૦૧૮માં સમગ્ર દેશમાં મહિલાઓની સામે અપરાધના ૩૭૮૨૭૭ કેસ સપાટી પર આવ્યા હતા. મહિલાઓની સામે અપરાધના કેસમાં યુપી આગળ છે. યુપીમાં ૫૯૪૪૫ કેસ સપાટી પર આવ્યા છે. સૌથી વધારે રેપના કેસમાં મધ્યપ્રદેશ ટોપ છે. સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં આત્મહત્યાના કેસ મહારાષ્ટ્રમાં થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular