ગાંધીનગર : બેરોજગાર સમિતિની સરકાર સાથેની બેઠક પૂર્ણ, ભરતી મુદ્દે કોઈ નિર્ણય નથી લેવાયો

0
10

રાજ્યમાં અટકી પડેલી સરકારી ભરતીને લઇ આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે આજે મહત્વની બેઠક મળી હતી. બેઠકમાં વિવિધ ભરતીને લગતા વિવિધ મદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જો કે ભરતી પ્રક્રિયા અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ગાંધીનગર ખાતે આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંમભણીયા અને યુવરાજસિંહ જાડેજા સહિત સમિતિના સભ્યો સરકાર સાથે બેઠક યોજાઇ હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજરી આપવા માટે પહોંચ્યા હતા.

બેઠક પૂર્ણ થયાં બાદ બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, પેન્ડિંગ ભરતીઓ ઝડપથી શરૂ થાય અને ગુજરાતના યુવાનોને ન્યાય મળે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરવામાં આવી છે.

આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે વિભાગો સાથે ચર્ચા કરવાની બાંહેધરી આપી છે અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પણ ચર્ચા કરવામાં આવશે. તો આગામી દિવસોમાં ફરીથી બેઠક મળવાની પણ બાંહેધરી અપાઈ છે.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ આશા રાખીને બેઠા છે અને સરકારી પરિક્ષાના પરિણામ અને નિમણૂક પત્રો પણ પેન્ડિંગ છે તો સરકાર ઝડપથી પરિક્ષાની નવી તારીખો જાહેર કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here