Monday, September 20, 2021
Homeઅરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય વિસ્તારમાં સર્જાયેલા વાવાઝોડું ને કારણે ગુજરાત પર અણધારી...
Array

અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય વિસ્તારમાં સર્જાયેલા વાવાઝોડું ને કારણે ગુજરાત પર અણધારી આફત: અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો: અનેક વિસ્‍તારમાં કમોસમી વરસાદ

ગાંધીનગર : અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય વિસ્તારમાં સર્જાયેલા વાવાઝોડું ક્યારે વધુ તીવ્ર બનતા વિનાશક બની રહ્યું છે. આ સિસ્ટમને કારણે ગત રાત્રે અને આજે સવારે દક્ષિણ ગુજરાતમાં આવેલા ગિરિમથક સાપુતારા અને શામગહાન વિસ્તારમાં ભારે તોફાની પવન ફૂંકાયો હતો. વરસાદની સાથે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં મકાનોના પતરાં ઉડી ગયા હતા અને સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી થયા હતા. દિવાળીના દિવસે જ અમદાવાદ, વડોદરા, રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયેલું છે. ડાંગ અને દાહોદમાં કમોસમી વરસાદના લીધે અનેક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાની થવાની ભીતિ છે.

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિતનાં ગામડાંઓમાં શુક્રવારે રાતે પવનના સુસવાટા સાથે તોફાની વાવાઝોડું ફૂંકાતા ભયનો માહોલ ફેલાયો હતો અને ભારે પવનને લીધે ઠેર ઠેર વૃક્ષો અને મકાનોનાં પતરાં ઉડી જતા નુકસાન થયું હતું. અચાનક જ વાતાવરણમાં પલટો થવાની સાથે ગિરિમથક સાપુતારા તેમજ શામગહાન સહિતના પંથકોનાં ગામડાંઓમાં શુક્રવારે રાતે જોરદાર પવનના સુસવાટા સાથે તોફાની વાવાઝોડું ફૂંકાતા ઠેર ઠેર શાળાઓ સહિત મકાનોના તેમજ દુકાનોનાં પતરાં ઉડાડીને જમીનદોસ્ત કરી દીધા હતા. જો કે, તોફાનમાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી

કયાર વાવાઝોડું હાલમાં ધીમી ગતિએ મુંબઈ તટ તરફ રિકર્વ થયા બાદ ઓમાનની ગતિ પકડી છે પરંતુ આમ છતાં સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં દરિયો તોફાની બનવાની સંભાવના છે. આ ઉપરાંત સમુદ્રમાં મોજા પણ કરંટ સાથે રહેવાની શકયતા છે. જયારે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ખાસ કરીને ડાંગ, વલસાડ અને નવસારી સહિત સુરતમાં આજે બપોરના સમયે છૂટાછવાયા હળવા વરસાદી છાંટા નોંધાયા હતા. જયારે આ સિસ્ટમની અસરને કારણે મધ્ય મહારાષ્ટ્રમાં પણ વરસાદ રહેતા ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે. ઉકાઈમાં આજે પણ દિવસભર સતત 40000 કયુસેકથી વધારે પાણીની આવક ચાલુ રહી હતી. જો કે, સપાટી તંત્ર દ્વારા 345.00 જાળવી રખાઈ છે. જયારે હજુ આગામી ચાર દિવસ સુધી પાણીની આવક ચાલુ રહેવાની સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments