અમારું દુર્ભાગ્ય છે કે, અમારી પાસે કોંગ્રેસ જેવો બેજવાબદાર વિપક્ષ છે: CM રૂપાણી

0
9

સીએન 24,

રાજ્યના કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યોં છે. શરૂઆતમાં ગુજરાતમાં સ્થિત આરોગ્ય વિભાગના કંટ્રોલમાં હતી પરંતુ હાલ કેસો વધતા પરિસ્થિતિ થોડી બગડી છે. ગુજરાતની વસ્તી ભલે દેશની વસ્તીના 5% પરંતુ ગુજરાતનો ફાળો GDPમાં સાડા સાત ટકા રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલ ગુજરાતના દોર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હાથમાં છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એક ઇન્ટરવ્યૂમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધવા બાબતે જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરતમાં જ રાજ્યના 75 ટકા જેટલા કેસો છે. સુરત અને અમદાવાદમાં જે રીતે અચાનક કેસો વધ્યા છે, તે તબલીગી જમાતના કારણે વધ્યા છે. અમદાવાદમાં ગીચ વસ્તીમાં મોટાભાગે લઘુમતી સમુદાયના લોકો રહે છે. લઘુમતી સમાજના લોકોને તબલિગી જમાતના લોકોને ખુલ્લેઆમ મળતા રહ્યા અને સહકારથી પોતાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી છુપાવી હતી.

તેમને ગુજરાતમાં માસ્ક અને સેનિટાઇઝરના ઉત્પાદન બાબતે જણાવ્યું હતું કે, શરૂઆતમાં મોટાપાયે લોકોએ સેનટાઇઝર અને માસ્કની ખરીદી શરૂ કરી હતી પરંતુ ગુજરાતમાં લોકડાઉન દરમિયાન મોટા-પાયે લોકોનું લેવલ પર પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોએક્ટીવ કારણે ગુજરાતની સ્થિતિ સામાન્ય છે અને હાલ ગુજરાતમાં ત્રીપલ લેયર માસ્ક અને N-95 માસ્કની કોઈ કમી નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં માત્ર દવાઓ જ નહીં પરંતુ કરિયાણા દૂધ, ફળો અને શાકભાજીની આપુરતીને સુનિશ્ચિત કરવામાં આવી છે. આ સપ્લાયની ચેઇનના કારણે જ આજે માર્કેટમાં માસ્ક અને સેનિટાઇઝર પૂરતા પ્રમાણમાં યોગ્ય ભાવે ઉપલબ્ધ છે.

કોંગ્રેસ દ્વારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પર સવાલ ઉઠાવવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમારું દુર્ભાગ્ય છે કે, અમારી પાસે કોંગ્રેસ જેવો બેજવાબદાર વિપક્ષ છે. નમસ્તે કાર્યક્રમ પર સવાલ ઉઠાવવા કોંગ્રેસની સંવેદનહીનતા અને દિશાહીનતા દર્શાવે છે. આયોજન 24મી ફેબ્રુઆરીના રોજ થયુ હતુ, જ્યારે મીડિયાના રિપોર્ટની ચકાસણી કરીએ તો માલુમ પડશે કે, કોંગ્રેસે નમસ્તે ક્રમ કાર્યક્રમ દરમિયાન કોરોનાનો ક્યારે પણ ઉલ્લેખ કર્યો નહોતો. મેડિકલ સાયન્સ કહે છે કે, સાત દિવસમાં કોરોના લક્ષણ ડેવલપ થાય છે. આપણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર ગણીને 24 ફેબ્રુઆરી થી 7 દિવસ ગણીને કરે તો માર્ચના પહેલા અઠવાડિયામાં કોરોનાના કેસ આવવા જોઈતા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી વોટબેન્કની રાજનીતિના આક્ષેપો સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલો કેસ 19 માર્ચના રોજ આવ્યો હતો અને તે પણ દુબઇથી આવેલા પ્રવાસીનો કેસ હતો. હું કહેવા માગું છું કે, કોંગ્રેસ મગરના આંસુ સારે છે, માર્ચના અંતમાં જ્યારે ગુજરાતમાં કોરોના વાયરસ વિરુદ્ધ લડત શરૂ થઈ ગઈ હતી, તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા જયપુરના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબકી મારી રહ્યા હતા એ હકીકત છે કે, ગુજરાતમાં જે કેસો વધ્યા છે, તે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના કારણે નહીં પરંતુ તબલીગી જમાતના કારણે વધ્યા છે. કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here