રાજૌરીમાં LoC પર પાક.નો બેફામ ગોળીબાર જવાન શહીદ, પાક.ના બે સૈનિકો પણ મર્યા

0
11

અનંતનાગમાં સેનાની કાર્યવાહી

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાની સૈન્ય દ્વારા થતા ગોળીબારમાં મંગળવારે એક જવાન શહીદ થઈ ગયો હતો.

જોકે, પાકિસ્તાનના ગોળીબારના જવાબમાં ભારતે આપેલા વળતા જવાબમાં પાકિસ્તાનના બે સૈનિકો માર્યા ગયા હતા તેમજ પાકિસ્તાનની ફોરવર્ડ પોસ્ટને ગંભીર નુકસાન થયું હતું.

સૈન્યના પીઆરઓ લેફ. કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈન્યે મંગળવારે રાજૌરી જિલ્લાના સુન્દરબની સેક્ટરમાં અંકુશરેખા પર કોઈપણ ઉશ્કેરણી વિના યુદ્ધ વિરામનો ભંગ કરતાં મોર્ટારમારો અને ગોળીબાર કર્યો હતો.

ભારતીય દળોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે, પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય જવાન નાયક કૃષ્ણલાલ શહીદ થઈ ગયા હતા. કૃષ્ણલાલ અખનૂર જિલ્લાના ઘાગ્રિયાલ ગામના વતની હતા.

પાકિસ્તાની દળોએ ઉત્તર કાશ્મીરના તંગધારમાં અંકુશ રેખા પર ફારવર્ડ એરિયામાં મોર્ટાર મારો કર્યો હતો. પાકિસ્તાન છેલ્લા ત્રણ દિવસથી ભારતીય વિસ્તારમાં હુમલો કરે છે. સોમવારે પાકિસ્તાની દળોએ પૂંચ જિલ્લાના માનકોટે અને શાહપુર સેક્ટર્સમાં અંકુશ રેખા પર ગોળીબાર કર્યો હતો, જેમાં 10 દિવસના બાળકનું મોત નીપજ્યું હતું અને તેના માતા-પિતાને ગંભીર ઈજા પહોંચી હતી.

રવિવારે પણ પૂંચ જિલ્લામાં અંકુશ રેખ ાપર ભારતીય અને પાકિસ્તાની દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. દરમિયાન જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં મંગળવારે જૈશ-એ-મોહમ્મદના કથિત કમાન્ડર સહિત બે આતંકવાદીઓના મોત નીપજ્યાં હતાં.

પોલીસે જણાવ્યું હતું કે અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં વિશેષ માહિતીના આધારે હાથ ધરાયેલા એક એન્કાઉન્ટરમાં ફયાઝ પન્ઝૂ અને તેના સાથીને ઠાર કરાયા હતા. ફયાઝ પન્ઝૂ પુલવામા હુમલા તેમજ 12મી જૂને અનંતનાગ શહેરમાં સીઆરપીએફ જવાનો પરના જીવલેણ હુમલામાં સંડોવાયેલ હતો. આ હુમલામાં સીઆરપીએફના છ જવાનના મોત નીપજ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here