વડોદરા : પાલિકાના ઢોર ડબ્બા ખાતેથી અજાણ્યા પશુપાલકો 15 પશુઓની ચોરી કરી નાસી છૂટ્યા

0
3

શહેરના ખાસવાડી સ્મશાન નજીક આવેલ પાલિકાના ઢોર ડબ્બા ખાતેથી અજાણ્યા પશુપાલકો 15 પશુઓની ચોરી કરી નાસી છૂટયા હોવાનો બનાવ કારેલીબાગ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે આ અંગે ચોરીનો ગુનો નોંધી 1.10 લાખની કિંમતના 15 પશુઓની ચોરી કરનાર અજાણ્યા શખ્સોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

સાત ગાય અને આઠ વાછરડીની ચોરી

વડોદરા મહાનગરપાલિકામાં માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા ડો વિજય કુમાર પંચાલે કારેલીબાગ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ઢોર ડબ્બાના ઇન્ચાર્જ ઓફિસર છે. ઢોર ડબ્બા શાખા હસ્તક લાલબાગ ખાસવાળી અને ખટંબા ઢોર ડબ્બા નો વહીવટ અને સુપરવિઝન તેમના હાથમાં છે. શહેરના રાજમાર્ગો પર રખડતાં ઢોરોને પકડીને આ સ્થળો ખાતે રાખવામાં આવે છે. દરમિયાન ખાસવાળી ઢોર ડબ્બા કામગીરી સંભાળતા વલ્લભભાઈ દેસાઈએ ઢોર ડબ્બામાંથી પશુપાલકો દ્વારા પશુઓની ચોરી અંગેની જાણ કરવામાં આવી હતી. જે બાદ તપાસ કરતા 15 પશુઓની ચોરી થઇ હોવાની વિગતો જાણવા મળી હતી. જેમાં સાત ગાય અને આઠ વાછરડીનો સમાવેશ થાય છે.

અજાણ્યા ગોપાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ઉલ્લેખનીય છે કે ચોરીમાં ગયેલા તમામ પશુઓના ગળાના ચામડીના અંદરના ભાગે પાલિકા દ્વારા ચીપ લગાવેલી છે. જેની નોંધ આવક-જાવકના ચોપડા પર નોંધવામાં આવે છે. ગણતરી દરમિયાન 15 પશુઓ ઓછા જણાઇ આવ્યા હતા ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે રૂપિયા 1.10 લાખ કિંમતના ચોરી કરનાર અજાણ્યા ગોપાલકો વિરુદ્ધ ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સિક્યુરિટી ગાર્ડે બૂમાબૂમ કરતા ગોપાલકો નાસી છૂટ્યા

ઢોર ડબ્બાના સિક્યુરિટી ગાર્ડ પપ્પુભાઈ વહોણીયાએ પોલીસની પૂછતાછ દરમિયાન જણાવ્યું હતું કે વહેલી સવારે ખાસવાડી ઢોર ડબ્બાના પાછળના ભાગે કેટલાક માણસનો અવાજ સંભળાતા ત્યાં દોડી ગયો હતો અને કેટલાક અજાણ્યા પશુપાલક જેવા દેખાતા શકતો ઢોર ડબ્બાની દિવાલ ઉપર હતા અને ઢોર ડબ્બામાં રાખેલા પશુઓને કાઢી દિવાલ ઉપર ચડાવી ચોરી કરતા હતા. જેથી હું એ બૂમો પાડતા તેઓ નાસી છૂટ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here