અમદાવાદ : અજાણ્યાં શખ્સએ વેપારીના ફોનનું સીમકાર્ડ બંધ કરાવી બેંક એકાઉન્ટમાંથી રૂ.16 લાખ ઉપાડી લીધા

0
21

અમદાવાદ: નવરંગપુરાના વેપારીના મોબાઈલ ફોનનું સીમકાર્ડ બંધ કરાવી અને બેંક એકાઉન્ટમાંથી રૂ. 16 લાખ અજાણ્યાં શખ્સએ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વેપારીના ઈમેલ પર સીમકાર્ડની કંપનીના નામનો ઈમેલ કરી આધારકાર્ડની વિગત માંગી કાર્ડ બંધ કરાવી નવું કાર્ડ વાપીમાંથી પોસ્ટપેઈડ કરાવ્યું હતું.

આધારકાર્ડ મોબાઈલ સાથે લિંક નહિ થાય તો ફોન બંધ થઈ જશે

નવરંગપુરાના રાજ બંગલોઝમાં રહેતા અને આશ્રમ રોડ પર ટેક્ષેશનની ઓફિસ ધરાવતાં નીતિન શાહના ઈમેલ પર 9 માર્ચે વોડાફોન કંપનીના ભળતા નામનો ઇમેલ આવ્યો હતો કે તમારું આધારકાર્ડ મોબાઈલ સાથે લિંક નહિ કરવામાં આવે તો ફોન બંધ થઈ જશે. જેથી નિતિને આધારકાર્ડ સ્કેન કરી ઈમેલ કરી આપ્યું હતું. 12 માર્ચે નીતિનનો ફોન બંધ થઈ જતાં તેણે વોડાફોન સ્ટોર પર તપાસ કરતા વાપીથી કાર્ડ બંધ થઈ નવું પોસ્ટપેઈડ કાર્ડ ઇસ્યુ થઈ ચૂક્યું છે. કાર્ડનો દુરુપયોગ કરી કોઈ છેતરપીંડી થઈ હોવાની આશંકા લાગતા નીતિને બેંક એકાઉન્ટ જોતા અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શનથી રૂ. 16 લાખ અજાણ્યાં શખ્સના ખાતામાં ટ્રાન્સફર થયાં હતાં. નવરંગપુરા પોલીસે ખાતા નંબર અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here