એસ.જી હાઇવે પર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવાનનું મલ્ટી ઓર્ગન ફેઈલ્યોરનાં કારણે સારવાર દરમિયાન મોત

0
5

ગાંધીનગર એસ.જી હાઇવે પરથી આશરે આઠ દિવસ અગાઉ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવાનનું મલ્ટી ઓર્ગન ફેઈલ્યોરનાં કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના વાલી વારસોની શોધખોળ આદરી છે.

યુવાનને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો

ગાંધીનગર એસ.જી હાઇવે તરફ જતા ખોરજ રેલવે બ્રીજ પાસે ગત. તા 17 મી મેના રોજ કોઈ અજાણ્યો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. ત્યારે કોઈ રાહદારીએ જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બેભાન અવસ્થામાં લોહીથી લથબથ હાલતમાં યુવાનની હાલત ગંભીર જણાતાં 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્ત યુવાનને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તબીબોએ યુવાનની પ્રાથમિક સારવાર કરી હતી. પરંતુ શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેને ઘનિષ્ઠ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અમદાવાદ સિવિલમાં આશરે ચાર દિવસની સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતા અડાલજ પોલીસ મથકના જમાદાર રતનલાલ અમદાવાદ સિવિલ દોડી ગયા હતા. જ્યાં મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ કરાવતા તેનું મોત મલ્ટી ઓર્ગન ફેઈલ્યોરનાં કારણે થયું હોવાનું નિદાન થયું હતું.

યુવાન બિનવારસી હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો

આ અંગે જમાદાર રતન લાલે જણાવ્યું હતું કે, ખોર જ રેલવે બ્રીજ પરથી મળી આવેલ અજાણ્યા યુવાન બિનવારસી હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેનું અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવતા તેનું મોત મલ્ટી ફેઈલ્યોર ઓર્ગનનાં કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેની ઉંમર આશરે ચાલીસ વર્ષની હોવાનું અનુમાન છે. મજબૂત બાંધાનો અને આશરે પાંચ ફૂટ ચાર ઈંચની ઉંચાઈ ધરાવે છે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here