Friday, December 3, 2021
Homeઅમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 જુલાઈએ ગુજરાત આવે એવી શક્યતા
Array

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 જુલાઈએ ગુજરાત આવે એવી શક્યતા

અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 13 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના બોપલ-ઘુમા ગામમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. તેમજ તેઓ પ્રદેશ ભાજપના મોવડી મંડળ સાથે પણ બેઠક કરે એવી શક્યતા છે. તેની સાથે સાથે અમિત શાહ પ્રદેશ ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. એટલું જ નહીં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખથી માંડીને નવા સંગઠનની રચના અંગે પણ માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમિત શાહ ગત ફેબ્રુઆરીમાં ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે ગુજરાત આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments