કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હોસ્પિટલ અને સુશ્રુત ટ્રોમા સેન્ટર જઈને ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લીધી

0
0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે સિવિલ લાઈનના તીરથરામ શાહ હોસ્પિટલ અને સુશ્રુત ટ્રોમા સેન્ટર જઈને ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લીધી છે. આ જવાનો ગણતંત્ર દિવસના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયા હતા.

નવા કૃષિ કાયદાના વિરોધ વચ્ચે દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસા થઈ હતી. જેમાં દેખાવકારોએ દિલ્હીમાં પ્રવેશ કરવા માટે બેરિકેડ્સ તોડી દીધઆ હતા અને રાજધાનીના ઘણા ભાગોમાં ભારે તોડફોડ કરી હતી. દેખાવકારો દ્વારા કરવામાં આવેલી બર્બરતામાં ઘણી સાર્વજનિક અને અંગત સંપત્તિઓને પણ નુકસાન પહોંચ્યું છે, જેનાથી ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

હિંસામાં 394 પોલીસકર્મી ઘાયલ થયા

વજીરાબાદ પોલીસ સ્ટેશનના SHO પીસી યાદવે બુધવારે જણાવ્યું કે,જ્યારે લોકો અંદર ઘુસી ગયા ત્યારે અમે લાલ કિલ્લા પર તહેનાત હતા. અમે તેમને હટાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ આક્રમક થઈ ગયા. અમે તેમની વિરુદ્ધ બળનો પ્રયોગ નહોતા કરવા માગતા, એટલા માટે અમે જેટલું બની શકે એટલું સંયમ રાખવાનો પ્રયાસ કર્યો.

સાથે જ દિલ્હી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે બુધવારે કહ્યું કે, દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં 394 પોલીસકર્મી ઘાયલ થયા છે. હિંસાના સિલસિલામાં અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરાઈ છે અને દિલ્હી પોલીસે 25થી વધુ ગુનાહિત કેસ નોંધ્યા છે. અમુક પોલીસકર્મીની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેઓ ICU વોર્ડમાં દાખલ છે.

અમુક પોલીસકર્મીની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેઓ ICU વોર્ડમાં દાખલ છે.

અમુક પોલીસકર્મીની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેઓ ICU વોર્ડમાં દાખલ છે.

19 આરોપીની ધરપકડ, 50 લોકો કસ્ટડીમાં

કમિશનરે જણાવ્યું હતું કે, તે ઉપદ્રવીઓની ઓળખ કરી રહ્યાં છે. જેના માટે સીસીટીવી અને વિડિયો ફુટેજની મદદ પણ લેવાઈ રહી છે. 19 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને 50 લોકોને કસ્ટડીમાં લેવાયા છે. તેમની પૂછપરછ કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here