કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે બે દિવસના ગુજરાત પ્રવાસે.

0
6

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શાહ 17 ઓક્ટોબરના રોજ ગુજરાત આવશે. લોકડાઉન બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જેને લઈ તેઓ માતાજીના આશીર્વાદ લેવા આવી રહ્યા છે. નવરાત્રિના પ્રથમ દિવસે તેઓ અમદાવાદ આવશે. જ્યારે બીજા દિવસે માણસા ખાતે કુળદેવી બહુચર માતાના આશીર્વાદ લઈ આરતી કરશે.

અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 3 મહિના સુધી રખાઈ મુલતવી

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. 6 મનપા, 55 પાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી નહી યોજાય. સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બરમાં પુરી થઈ રહી છે.

રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ પંચાયતોની ચૂંટણીની કવાયત ખુબ જ મોટી બની રહે તેમ હોવાથી ચૂંટણીપંચ પણ અવઢવમાં હતું. કેટલાક દિવસોથી કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી મોડી થવાની અટકળો ચાલી જ રહી હતી.

આ અંગે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પડ્યું છે અને જણાવ્યું છે કે આગામી ત્રણ માસ પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ,વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી વર્ષ 2015માં થઈ હતી જેની મુદત નવેમ્બરમાં પુરી થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here