કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની દાવોસમાં વર્લ્ડ ઈકોનોમીક ફોરમની બેઠકમાં હાજરી

0
25

દાવોસ તા.22
દાવોસ (સ્વિટઝર્લેન્ડ) ખાતે ચાલી રહેલ 50મી વાર્ષિક ‘વર્લ્ડ ઈકોનોમીક ફોરમ’ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ અને મનસુખ માંડવીયા દેશનાં ખ્યાતનામ ઉદ્યોગપતિઓને લઈને હાજરી આપી રહેલ છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ દેશનાં રાજનેતાઓ તથા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે દ્વિપક્ષીય, રાઉન્ડ ટેબલ તેમજ વન-ટુ-વન મીટીંગ કરી તથા ભારત દેશમાં મૂડીરોકાણની તકો અંગે જાણકારી આપી આમંત્રીત કરશે. આ પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ યુએનએઆઈડીએસ (એચ.આય.વી./એડસ પર સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ)ના ઉચ્ચ-સ્તરના રાઉન્ડટેબલમાં મીટીંગમાં હાજરી આપી હતી. યુએનએઆઈડીએસનો મુખ્ય ઉદેશ વર્ષ 2030 સુધીમાં વિશ્ર્વને એઈડસ મુક્ત બનાવવાનું લક્ષ્‍ય હાંસલ કરવા સરકાર અને ખાનગી ક્ષેત્રની વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી કરવાનો છે. તેવો આજે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથેની પ્લેનરી સેશનમાં હાજરી આપશે.

વર્ષ 2015માં, મનસુખ માંડવીયાએ સંયુક્ત રાષ્ટ્રમાં ‘2030 ટકાઉ વિકાસ એજન્ડા’ પર પોતાનું સંબોધન આપ્યું હતું. જેમાં તેમણે જરાવ્યું હતું કે ભારત સરકાર કેવી રીતે આરોગ્ય ક્ષેત્રે નીતિ પરિવર્તન કરી આગળ વધી રહી છે જેથી દરેકને પોસાય તેવી અને ઉચ્ચ ગુણવતાયુક્ત આરોગ્ય સુવિધાઓ મળી શકે. એક કલાક લાંબી ચર્ચામાં મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘આરોગ્ય સુવિધાઓ તમામ માટે સુલભ હોવી જોઈએ, તથા આ ક્ષેત્રે થઈ રહેલા સંશોધનથી નાગરિકોને અમીર-ગરીબનાં ભેદ વિના આરોગ્યની સેવાઓ સમાન રીતે ઉપલબ્ધ થાય તે અમારું ધ્યેય છે.’

તા.22થી24 જાન્યુઆરી વચ્ચે મનસુખભાઈ માંડવીયા કતાર અને બેલ્જીયમના મંત્રી તેમજ ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશનના સેક્રેટરી જનરલ સાથે દ્વિપક્ષીય મીટીંગ કરશે. તેઓ ડબલ્યુઈએફના વિવિધ સત્રનો ભાગ બનશે તેમજ રાઉન્ડ ટેબલ અને વિશ્વની વિવિધ કંપનીના સીઈઓ સાથે દ્વિપક્ષીય મીટીંગનો પણ ભાગ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here