કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા સુરતના પ્રવાસે, કહ્યું- કોંગ્રેસ કૃષિ બિલ અંગે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની રાજનીતિ ચલાવે છે

0
2

ભારત સરકારના શિંપિગ, કેમિકલ અને ફર્ટીલાઈઝર વિભાગના રાજ્યમંત્રી મનસુખ માંડવિયા સુરતના પ્રવાસે આવ્યા છે. મનસુખ માંડવીયાએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ કૃષિ બિલ અંગે કિશાનને ગુમરાહ કરીને રાજનીતિ ચલાવે છે. હું મીડિયાના માધ્યમથી ખેડૂત સુધી સાચી માહિતી પહોંચાડવા માંગુ છું. ખેડૂત મુદ્દે કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ, અન્ય ઘણા મુદ્દા છે રાજનીતિ માટે. ખેડૂતોને હાથો ન બનાવો જોઈએ.

કોંગ્રેસની રાજનીતિને વખોડવી જોઈએ

મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા કિશાનોને ભ્રમિત કરવા માટે જે જનતાને ગેરમાર્ગે દોરવાની રાજનીતિ કરાઈ રહી છે એને વખોડવી જોઈએ. સરકારના કાયદાથી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ વધશે.નવો રોજગાર ઉભો થશે, યુવાનોને રોજગાર મળશે એ તરફ સરકારના પગલાં લેવાઈ રહ્યા છે. સુરત જિલ્લાનો ખેડૂત જ્યાં માલ વહેંચવા હોય વહેંચી શકે છે. ખેડૂત પોતે રાજા છે તો વેપારીનો ગુલામ ના બને.

APMCમાંથી ખેડૂતોને સારા ભાવ મળશે

મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત એપીએમસીને આંખું ગુજરાત આવકારે છે. એપીએમસી માને છે કે, ફર્સ્ટ કલાસ ચાલે છે એના પર રાજનીતિની અસર થશે નહિ. એપીએમસીમાંથી ખેડૂતોને સારા ભાવ મળશે. ખેડૂત એજ્યુકેટેટ ન હોય એવું માની ને એને તક ન આપવી એવું સમજી ખેડૂત પાસેથી તકના ખેંચી શકાય.

મનસુખ માંડવીયાની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દા

  • ખેડૂતની આવક 2020માં ડબલ થાય તેવા પ્રયાસો કરે છે
  • સ્વામીનાથન રિપોર્ટ અનુસાર મોદી સરકારે અમલમાં મુક્યો છે
  • દેશનો ખેડૂતો આત્મનિર્ભર બને એ માટે સરકારે કામગીરી કરી છે, 1 હજાર માર્કેટિંગ યાર્ડને જોડી દેવામાં આવ્યા છે
  • કૃષિ સુધારા કાયદાથી કોઈ APMC બંધ નહીં થાય
  • વેપારીઓ સાથે તકરાર થાય તો કોર્ટ નહીં પરંતુ કલેક્ટર કક્ષાએ નિવારણ થશે. જેમાં જમીન સમગ્ર કેસમાં ભાગ નહિ રહે
  • ઇઝરાયલની જેમ ખેડૂતોને અગાઉથી જ પાકની પુરતી કિંમત મળે તેવી જોગવાઈ કાયદામાં છે
  • વચેટીયા પ્રથા નાબૂદ કરવા માટે આ કાનૂન છે, આડતીયા અને વચેટીયા રાજ ખતમ થવાનું છે એટલે પેટમાં દુઃખે છે, 8% જેટલો નફો આડતીયા અને વચેટીયા લઈ જાય છે

હજીરા ખાતે પ્રોજેક્ટ ઇન્સપેક્શન કરશે

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાવવા માટેનો તખ્તો ઘડાઈ રહ્યો છે. આજે કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવીયા હજીરા ખાતે પ્રોજેક્ટ ઇન્સપેક્શન કરશે. હજીરા અદાણી પોર્ટ ખાતે તૈયાર થનારી રો-રો ફેરી જેટીની મુલાકાત લેશે. મંત્રી સાંજે એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here