ઈન્દોરમાં અનોખો કેસ : એક મહિલાના બ્રેનમાં 10-11 સેમીનું સફેદ ફંગસ મળી આવ્યું

0
5

બ્લેક ફંગસ (મ્યૂકર માઈકોસિસ)ના વધતા કેસની વચ્ચે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક મહિલાના બ્રેનમાં 10-11 સેમીનું સફેદ ફંગસ મળી આવ્યું છે. ડોકટર્સનું કહેવું છે કે આ ફંગસ અત્યાર સુધીનું સૌથી મોટું ફંગસ છે. ખાસ વાત એ છે કે બ્લેક-વ્હાઈટ ફંગસના અત્યાર સુધીના જેટલાં કેસ સામે આવ્યા છે તેમાં સામાન્ય રીતે ફંગસ નાક, સાઈનસ, આંખોમાં થઈને બ્રેન સુધી પહોંચે છે. પરંતુ આ મામલામાં ફંગસ સીધો જ મગજ સુધી પહોંચી ગયું.

ધાર નિવાસી લકવા પીડિતા કલા બાઈ નામની મહિલાને એક મહિના પહેલાં તાવ આવ્યો હતો, ત્યારે પરિવારના લોકો ઈન્દોરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં દર્દીને માથામાં દુખાવો અને નબળાઈની ફરિયાદ હતી, તો બ્રેનનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું. પરંતુ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે ઓપરેશન ટાળવું પડ્યું અને પરિવારના લોકો કલા બાઈને પાછા ધાર લઈ આવ્યા.

અહીં ફરી કલા બાઈનો RT-PCR કરવામાં આવ્યો. આ વખતે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ મુશ્કેલી વધી તો પરિવારના લોકો ન્યૂરોસર્જન ડૉ. દીપક કુલકર્ણીની પાસે પહોંચી ગયા.

આઈસોલેશનમાં વધી ગઈ હતી દર્દીની પરેશાની
ડૉ. કુલકર્ણીએ જણાવ્યું કે કલા બાઈ જ્યારે આઈસોલેશનમાં હતી તો નબળાઈ વધી ગઈ. બોલવામાં અને ચાલવ-ફરવામાં મુશ્કેલી આવી. એક મહિના પહેલાં થયેલા સીટી સ્કેનમાં એક સેમી નાનકડી ગાંઠ જોવા મળી હતી. જેને લિઝન કહેવાય છે.

પરંતુ બીજી વખત MRI કરાવવામાં આવ્યું તો રિપોર્ટ જોઈને એવું લાગ્યું કે આ કેન્સરનું ટ્યૂમર હોય શકે છે. અમે ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો. ઓપરેશન પછી જ્યારે બાયોપ્સી કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે આ કેન્સરનું ટ્યૂમર નથી. પરંતુ વ્હાઈટ ફંગસ છે, જેનો આકાર લગભગ 10-11 સેમી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here