- Advertisement -
- ડિશને ‘ફ્રીડમ કોમ્બો લંચ’ નામ આપ્યું છેઅજબ-ગજબ ડેસ્ક: કેરળમાં ઊંક સમયમાં જેલના કેદીઓનું જમવાનું ઓનલાઇન વેચાશે. આ ભોજનની કિંમત 127 રૂપિયા હશે. હાલ ત્રિસુર શહેરમાં આવેલી વૈયૂર સેન્ટ્રલ જેલમાં બંદી થયેલા કેદીઓને સ્વરોજગાર બનાવવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ કેદીઓને કૂકિંગ અને ફૂડ પેકેજીંગનું કામ આપવામાં આવી રહ્યું છે.આ પ્લાન મુજબ કેદીઓએ બનવેલ ભોજનનું વેચાણ ઓનલાઇન થશે. હાલ તેમનું ભોજન જેલની બહાર એક કાઉન્ટર પર વેચવામાં આવે છે. જેલના અધિકારીઓએ ઓનલાઇન ડિલિવરી માટે એક સ્પેશિયલ મેનુનો ઓર્ડર આપ્યો છે. જેને ‘ફ્રીડમ કોમ્બો લંચ’ નામ આપ્યું છે.
કોમ્બો પેક લંચમાં આટલી આઈટમ મળશે
એક કોમ્બો પેકમાં 300 ગ્રામ બિરયાની, એક રોસ્ટેડ ચિકન લેગ પીસ, ત્રણ રોટલી, એક ચિકન કરી, અથાણું, સલાડ, એક બોટલ પાણી અને મીઠાઈ હશે. આ સંપૂર્ણ ડિશની કિંમત 127 રૂપિયા છે. ગ્રાહકને જમવા માટે કેળનું પાન પણ મળશે.