Tuesday, September 28, 2021
Homeઅનોખી સર્જરી : વિશ્વની પહેલી સર્જરી એવી જેમાં વ્યક્તિને બે હાથ લગાવવામાં...
Array

અનોખી સર્જરી : વિશ્વની પહેલી સર્જરી એવી જેમાં વ્યક્તિને બે હાથ લગાવવામાં આવ્યા

ડૉક્ટરને ભગવાનું રૂપ માનવામાં આવે છે. તે મરનાર વ્યક્તિને જીવનદાન આપે છે. આવું જ કંઈક ડૉક્ટરોએ કરી બતાવ્યું છે. દુનિયામાં આ પહેલીવાર છે જ્યારે કોઈ વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હોય. ફ્રાન્સમાં એક વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

વિશ્વનો આ પહેલો કિસ્સો છે
આઇસલેન્ડ નિવાસી 49 વર્ષીય ફેલિક્સ ગ્રેટર્સનને ડૉક્ટરોએ જીવનદાન આપ્યું છે. એક વ્યક્તિએ તેના બંને હાથ ફેલિક્સને ડોનેટ કર્યા. વિશ્વનો આ પહેલો કિસ્સો છે જેમાં વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હોય.

દુર્ઘટનામાં પોતાના હાથ ગમાવ્યા હતા
1998ના રોજ 23 વર્ષ પહેલા 49 વર્ષીય ફેલિક્સ સાથે એક અકસ્માત થયો હતો. ફેલિક્સ જ્યારે ઇલેક્ટ્રિકલ કામ કરતો હતો ત્યારે તેને જોરદાર કરંટ લાગ્યો. જે બાદ તેના બંને હાથ દાઝી ગયા હતા. આ અકસ્માત બાદ તે ત્રણ મહિના કોમામાં રહ્યો હતો. બંને હાથ ગુમાવ્યા બાદ ફેલિક્સ ઘણો ડિપ્રેસ રહેતો હતો અને તેને તણાવના કારણે દારૂ અને ડ્રગ્સની આદત પડી ગઈ હતી બાદમાં તેને એક જ વર્ષમાં બે લીવર પણ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પડ્યા હતા. જો કે, ત્યારબાદ ફેલિક્સ પોતાના હાથને ટ્રાન્સપ્લાન્ટને લઈને ગંભીર થઈ ગયો હતો.

ત્રણ મહિના સુધી કોમામાં રહ્યો
કરંટ લાગ્યા બાદ ફેલિક્સ ત્રણ મહિના સુધી કોમામાં રહ્યો. ડૉક્ટરોએ 54 ઓપરેશન કર્યા અને બંને દાઝેલા હાથ ને દૂર કર્યા હતા. તેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરાયું હતું. કોમામાંથી બહાર આવ્યા પછી, તેની સ્થિતિ જોઈને ફેલિક્સ આશ્ચર્યચકિત થઈ ગયો .2007 માં ફેલિક્સને ટીવી પર એક જાહેરાત જોઈ, જેમાં યુનિવર્સિટી ઓફ આઇસલેન્ડના પ્રોફેસર ડૉ જ્હોન માઈકલ ડ્યુબરનાર્ડ લેક્ચર આપી રહ્યા હતા. પ્રોફેસર 1998માં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ વિશે ચર્ચામાં આવ્યા હતા. ફેલિક્સ તેમની સાથે તેના હાથ ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરી.

સર્જરી માટે પૈસા ભેગા કર્યા​​​​​​​​​​​​​​

ફેલિક્સએ એક ઝુંબેશ ચલાવીને તેની સર્જરી માટે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. દુર્ઘટનાના 23 વર્ષ બાદ એટલે કે જાન્યુઆરી 2021માં તેનું ઓપરેશન સફળ થયું. ડૉ. જ્હોન-માઈકલ ડ્યુબરનાર્ડ અને તેમની ટીમે 15 કલાકની સર્જરી પછી ફેલિક્સના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કર્યા. આ સાથે તેના ખભો પણ ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યો હતો.

સર્જરી બાદ ફેલિક્સનું રિએક્શન
માર્ચમાં તેને રિહેબિલિટેશન સેન્ટર મોકલવામાં આવ્યો હતો. ફેલિક્સ જણાવે છે કે, હવે તે એકદમ સ્વસ્થ છે. તે પોતાની કોણીને મૂવ કરી શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે ડાબા હાથની કામ કરવાની સંભાવના જમણા હાથની તુલના કરતાં સારી હતી, જે માટે આખો ખભો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. ડોક્ટરોએ કહ્યું કે, આ હાથની સાથે ફેલિક્સે આગળ જીવન જીવવા માટે બધું ફરી શીખવુ પડશે. તેમણે કહ્યું કે, અમે જીવનભર તેનો સાથ આપીશું.

ફેલિક્સે પોતાના હસલી હાથ લગાવતા પહેલા પ્રોસ્થેટિક્સ પણ લગાવ્યા હતા પરંતુ તેને હંમેશાં રિયલ હાથોની કમી મહેસૂસ થતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments