અમદાવાદ – કોરોનાનો ખતરો ઓફિસમાં ટાળવા અનોખું UVC ટેક્નોલોજીયુક્ત ઉપકરણ, 15 સેકન્ડમાં ફાઈલોથી માંડીને બૂટ-ચપ્પલને સેનિટાઈઝ કરે

0
5
  • એક બોક્સ યુનિટ છે જેમાં બહારથી ઓફિસમાં આવતી તમામ વસ્તુ એમ મૂકી શકાય છે

સીએન 24,ગુજરાત

અમદાવાદઅનલોક 1 શરૂ થતાંની સાથે જ નાના મોટા તમામ વેપાર રોજગાર શરૂ થયા છે. પણ હજી પણ કોરોનાનો ખતરો માથેથી ગયો નથી. તેવા સમયમાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ક્યાંથી આવ્યા છે અને કોઈ બેક્ટેરિયા તેમના બૂટ ચપ્પલમાં છે તેવી શંકા રહેલી હોય છે. ઓફિસની ફાઇલ વસ્તુ દરેક બાબતને લોકો માં ડર છે. તેવા સમયમાં અમદાવાદમાં આ સમસ્યાથી રાહત મેળવવા માટે કેટલાક ઉપકરણ બનાવ્યા છે, જે 15 સેકન્ડમાં આ બેક્ટેરિયા દૂર કરી શકે છે. અમદાવાદના કઠવાડામાં UVC ટેક્લોનલોજીથી યુનિટ બનાવાયું છે.
UVC ટેક્નોલોજીથી કામ કરે છે યુનિટ
અમદાવાદ કઠવાડામાં સર્વો ગ્રુપમાં સંજય ગજ્જરે સીએન 24,ગુજરાતને જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં કોરોનાનો ડર અને તેનાથી બચવાના ઉપાયો શોધી રહ્યા હતા. તે સમયે ઓફિસમાં કઈ રીતે કામ કરી શકાય અને બેક્ટેરિયા ન ફેલાય તે માટે વિચાર્યું હતું. જેથી અમે ત્રણ યુનિટ બનાવ્યાં છે. જે UVC ટેક્નોલોજી પર કામ કરે છે. જેમાં એક બોક્સ યુનિટ છે જેમાં બહારથી ઓફિસમાં આવતી તમામ વસ્તુ એમ મૂકી શકાય છે. 15  સેકન્ડ સુધી આ યુનિટમાં કોઈ વસ્તુ રાખવામાં આવે તો તે બેક્ટેરિયા ફ્રી થઈ જાય છે .
15 સેકેન્ડમાં બેક્ટેરિયા
આ બધાની સાથે ઓફીસ માં કામ કરતા કર્મચારી અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે. જેના કારણે તેઓ પોતાના પગ એટલે કે બૂટ અને ચપ્પલમાં પણ બેક્ટેરિયા લઈને આવતા હોય છે જે માટે પન એક બૂટ માટેનું યુનિટ છે જેના પર 15 સેકન્ડ સુધી ઉભા રહેવાથી તેમાં બેક્ટેરિયા નાશ પામે છે.
પેપપ, પેન સહિતની વસ્તુઓ પણ સેનિટાઈઝ કરી શકાય છે
આ બધાંનીં સાથે ઓફિસમાં પેપર, ફાઇલ, પેન અને અન્ય વસ્તુઓ એક હાથમાંથી બીજા હાથમાં જાય છે.એટલે આ માટે પણ એક યુનિટ છે જેની નીચે આ વસ્તુ 15 સેકન્ડ સુધી મુકવાથી બેક્ટેરિયા નાસ થાય છે.