અનોખા લગ્ન – રાજકોટમાં એક યુગલ વગર ફેરે લગ્નનાં બંધનમાં બંધાયું, 35 લોકોની હાજરીમાં વડીલોનાં આશીર્વાદ લીધા

0
0
  • ફેરા પણ ન ફર્યા અને વર-વધૂએ એકબીજાને પતિ-પત્ની માન્યા
ફેરા ફર્યા વગર જ દંપતી લગ્નગ્રંથીથી જોડાયું

સીએન 24 ગુજરાત

રાજકોટકોરોનાની મહામારીના વચ્ચે રાજકોટ શહેરમાં 62 જેટલા લગ્નોને મંજૂરી આપવામા આવી છે. ત્યારે રાજકોટમાં દંગી પરિવારની દીકરી અને શેઠ પરિવારના દીકરાના અનોખા લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં કોરનાના કારણે ન તો શરણાઈ વાગી કે ન તો ઢોલ ઢબુક્યા. આ નવદંપતીએ લગ્નના ચાર ફેરા લીધા વગર જ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયું છે. આ નવદંપતીએ 35 લોકોની હાજરીમાં વડીલોનાં આશીર્વાદ લઈને લગ્ન સંપન્ન કર્યા છે.

કન્યાદાનની વિધી પણ મોકૂફ રાખવામાં આવી

સામાન્ય રીતે લગ્નમાં માંડવો, દાંડિયારાસ, ફુલેકુ, વરઘોડો જેવી અનેક રસમો કરવામાં આવે છે. પરંતુ કોરોના વાઇરસની મહામારી અંતર્ગત રાજકોટમાં એક એવા અનોખા લગ્ન જોવા મળ્યા કે જેમાં બે જુદા જુદા પરિવારમાંથી આવતા દીકરા-દીકરી લગ્નગ્રંથીથી જોડાયા. પરંતુ લગ્નમાં ન તો ઢોલ વાગ્યા કે ન તો શરણાઈ વાગી. સાથે જ લગ્નમાં જે કન્યાદાનની વિધી કરવામાં આવતી હોય છે તે વિધી અને સપ્તપદીના સાત વચનની વિધી પણ મોકુફ રાખવામાં આવી હતી.

કોરોનાની મહામારીના કારણે લગ્નની તમામ વિધી મોકુફ રાખી

વરરાજા શેઠ રવિ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે તેમના લગ્ન ગત 22 અને 23મે તારીખના રોજ હતા. 22 મેના રોજ દાંડીયારાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને 23 તારીખના રોજ લગ્ન વિધીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાના કારણે લોકડાઉનની પરિસ્થિતિનુમ નિર્માણ થતાં લગ્ન મોકુફ રાખવાની ફરજ પડી હતી. તે સમયે લગ્નની કંકોત્રીઓ પણ વહેંચાઇ ગઇ હતી. લગ્ન માટે હોલ, ઢોલી તેમજ શરણાઈ વગાડવાવાળા અને કાર શણગારવા માટે પણ બુકિંગ કરાવી લેવાયું હતું. સાથે જ બંને પક્ષો તરફથી પણ પોતપોતાના આત્મીયજનોને લગ્ન તેમજ દાંડીયારાસ સહિતની વિધીમાં હાજર રહેવાનું ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ કોરાનાના કારણે આ તમામ વિધી મોકુફ રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here