અનોખા યોગ : રાજકોટમાં સ્મશાનના વિસામા અને ઇલેક્ટ્રિક ભઠ્ઠી પાસે યોગા

0
0

આજે વિશ્વ યોગ દિવસ છે. ત્યારે રાજકોટમાં વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજકોટના રામનાથપરા સ્મશાનમાં સ્ટાફ દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવા વિસામા અને ઇલેક્ટ્રિક ભઠ્ઠી પાસે યોગ કરી અનોખી ઉજવણી કરી હતી. તેમજ સ્મશાનના લોકોએ જણાવ્યું હતું કે, યોગ એ કોરોનામાં ઉત્તમ ઇલાજ છે. દરેક લોકોએ યોગ કરવા જોઇએ.

અમારા સ્ટાફના 10થી વધુ લોકોએ યોગ કર્યાઃ સ્મશાનના સંચાલક
રામનાથપરા સ્મશાનના સંચાલક શ્યામભાઇ પાનખાણીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળી હતી. જેમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની તેમના સ્વજનો પ્રદક્ષિણા અને પગે લાગી રહ્યા હતા. પોતાના સ્વજનોને ગુમાવનાર લોકોને લાગણી જરૂર હોય છે પરંતુ પોતાની સાવચેતી માટે લોકોએ જાગૃત થવાની ઘણી જરૂર છે. અમે તે લોકોને પણ સમજાવતા હતા કે વેક્સિન લેજો. અંધશ્રદ્ધાનો ફેલાવો વધુ ફેલાય નહીં તે માટે આજે અમે સ્મશાનના વિસામાં અને ઇલેક્ટ્રિક ભઠ્ઠી પાસે જ યોગ કર્યા હતા. તેમજ લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા મેસેજ આપ્યો છે. આજે અમારા સ્ટાફના 10થી વધુ લોકોએ યોગ કર્યા હતા.

લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સ્મશાનના સ્ટાફે મેસેજ આપ્યો.
લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સ્મશાનના સ્ટાફે મેસેજ આપ્યો.

આ સ્મશાનમાં બીજી લહેરમાં 24 કલાક ચિતાઓ સળગતી હતી
રામનાથપરા સ્મશાન રાજકોટનું મુખ્ય સ્મશાન ગણવામાં આવે છે. કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી ત્યારે સંખ્યાબંધ લોકોના કોરોનામાં મોત થયા હતા. રામનાથપરા સ્મશાનમાં 24 કલાક ઇલેક્ટ્રિક અને લાકડાની ભઠ્ઠીઓ સળગતી હતી. તેમ છતાં પણ લોકોએ પોતાના સ્વજનની અંતિમસંસ્કાર માટે 12-12 કલાક વેઇટિંગમાં રહેવું પડતું હતું. રામનાથપરા સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠી પણ ખરાબ થઇ ગઇ હતી.

રામનાથપરા સ્મશાન શહેરનું મુખ્ય સ્મશાન છે.
રામનાથપરા સ્મશાન શહેરનું મુખ્ય સ્મશાન છે.

રાજકોટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
21 જુનને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિની યોગસાધના આજે વિશ્વભરમાં પ્રચલિત બની છે. ત્યારે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક ખોડલધામ મંદિરમાં આજે વર્ચ્યુઅલ યોગ કરવામાં આવ્યા હતા. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ સહિત દિવ્યાંગોએ યોગ કર્યા હતા. વર્ચ્યુઅલ યોગના ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી મોટી સંખ્યામાં લોકો જોડાય ઘરે બેઠા યોગ કરી ઉજવણી કરી હતી. બીજી તરફ જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના પોલીસ કમિશનર સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગ કરી ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here