હવાઈ મુસાફરીને લઈને સંયુક્ત આરબ અમીરાતે નવા નિર્દેશ કર્યા જારી
મુસાફરો માટે તેમના પ્રથમ નામ અને બીજા નામ બંનેનો કરવો પડશે ઉલ્લેખ
નિર્દેશનું પાલન ન કરનારને UAEમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં
સંયુક્ત આરબ અમીરાત દ્વારા હવાઈ મુસાફરીને લઈને એક નવો નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. નવી મુસાફરી સૂચનામાં મુસાફરો માટે તેમના પ્રથમ નામ અને બીજા નામ બંનેનો ઉપયોગ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો કોઈ પેસેન્જર દ્વારા આવું નહીં કરવામાં આવે તો UAEમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં અને તેણે પરત ફરવું પડશેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળી આવતી માહિતી મુજબ સંયુક્ત આરબ અમીરાતે નવી મુસાફરી સૂચનાઓ જારી કરી છે જેમાં પ્રવાસીઓએ તેમના બંને નામનો ઉપયોગ કરવો જરૂરી છે. કોઈપણ એક નામનો ઉપયોગ સ્વીકારવામાં આવશે નહીં. નવા પરિપત્રમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે 21 નવેમ્બર, 2022થી માત્ર એક જ નામ ધરાવતા મુસાફરોને અમીરાતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તે જ સમયે, યુએઈના આ નિર્દેશ પછી, એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસ જેટ અને ઈન્ડિગો સહિત તમામ ભારતીય કેરિયર્સે આ નવા ફેરફાર વિશે ટ્રાવેલ એજન્ટ્સને જાણ કરવામાં આવી હતી.