ચોમાસું : રાજ્યમાં 134 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં તાપીના ઉચ્છલ અને ડાંગના સુબીરમાં 4 ઇંચ વરસાદ

0
4

રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. ત્યારે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ય આંકડા અનુસાર, રાજ્યમાં 134 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ તાપીના ઉચ્છલ અને ડાંગના સુબીરમાં 4 ઈંચ નોંધાયો છે. અત્યારસુધીમાં 129 ટકા વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચારેક દિવસ સુધી એકંદરે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

રાજ્યના 134 તાલુકામાં 4 ઇંચ સુધી સાર્વત્રિક વરસાદ

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, રાજ્યના 134 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ તાપીના ઉચ્છલ, ડાંગના સુબીર અને સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. આ સિવાય નવસારીના જલાલપોર, ભરૂચ અને રાજકોટના ગોંડલમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારી અને સુરત શહેરમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલી, માંડવી, અમરેલીના ખાંભા, રાજકોટના જસદણ અને કોટડાસાંગાણી તથા વડોદરાના ડભોઈમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત વડોદરા અને નવસારીના ગણદેવીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમી)
તાપી ઉચ્છલ 106
ડાંગ સુબીર 105
સુરત ઉમરપાડા 100
નવસારી જલાલપોર 78
ભરૂચ ભરૂચ 75
રાજકોટ ગોંડલ 70
નવસારી નવસારી 64
સુરત સુરત શહેર 58
ભરૂચ હાંસોટ 55
સુરત બારડોલી 51
સુરત માંડવી 51
અમરેલી ખાંભા 49
રાજકોટ જસદણ 48
રાજકોટ કોટડાસાંગાણી 48
વડોદરા ડભોઈ 48
વડોદરા વડોદરા 42
નવસારી ગણદેવી 42

 

રાજ્યમાં ઝોનવાર નોંધાયેલા વરસાદની કુલ ટકાવારી

રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરે આપેલા આંકડા અનુસાર, રાજ્યમાં આ વર્ષે 129 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનના એક જિલ્લામાં સૌથી વધુ 270 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં 112 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 94 ટકા, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 175 ટકા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં 110 ટકા વરસાદ નોંધાયા છે.

રાજ્યમાં ઝોનવાર નોંધાયેલા એવરેજ વરસાદની સામે કુલ ટકાવારી

ઝોન એવરેજ વરસાદ છેલ્લા 24 કલાકનો વરસાદ કુલ વરસાદ એવરેજ વરસાદની સામે ટકાવારી
કચ્છ 412 0 1111 269.8
ઉત્તર ગુજરાત 719 2 805 112.08
પૂર્વ-મધ્ય ગુજરાત 819 7 770 94.06
સૌરાષ્ટ્ર 677 6 1184 174.81
દક્ષિણ ગુજરાત 447 33 1597 110.32
રાજ્યની ટકાવારી 831 10.25 1074.23 129.27

 

મહિના મુજબ રાજ્યમાં નોંધાયેલો વરસાદ

મહિનો સીઝનનો કુલ વરસાદ (મિમીમાં)
જૂન 122.24
જુલાઈ 228.66
ઓગસ્ટ 644.51
સપ્ટેમ્બર 78.82
કુલ 1074.23

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here