Tuesday, December 7, 2021
Homeરાજ્યના અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને સારા પાકની આશા
Array

રાજ્યના અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોને સારા પાકની આશા

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સાવરકુંડલામા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેના લીધે લોકોને અસહ્ય બફારામાંથી પણ રાહત મળી છે. ધીમીધારે વરસાદ થતા ખેડુતોમા ખુશીની લહેર છવાઈ ગઈ છે. સાથે જ રાજકોટના ગોંડલમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ થતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેર જોવા મળી હતી. વરસાદી માહોલ જામતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

તો આ તરફ જેતપુરમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા અને અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી. સીઝનનો પ્રથમ વરસાદ સારો વરસતા ખેડૂતોને પણ સારા પાકની આશા બંધાઈ છે.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, સરીગામ, ભીલાડ ખાતે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. નેશનલ હાઇવે નંબર 8 ઉપર વરસાદના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઇ હતી. ભારે પવન સાથે વરસાદ થતા પંથકમાં શીત લહેર ફેલાઈ હતી. ઠંડુ વાતાવરણ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments