- Advertisement -
અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક અઠવાડીયાથી સતત વાદળ છાયુ વાતાવરણ છવાયેલુ છે, પરંતુ વરસાદ ના આવતાં વાતાવરણમાં ઉકળાટ વધ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે જીલ્લાવાસીઓ હેરાન-પરેશાન થઈ ચૂક્યાં હતા જીલ્લાના વાતાવરણમાં ગત રાત્રીએ શરુ થયેલા વરસાદ અને રથયાત્રાના દિવસે ઝરમર-ઝરમર સાર્વત્રિક વરસાદ બીજા દિવસે પણ યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખેડૂતોમાં આનંદ છવાયો હતો આ સિવાય નેશનલ હાઈ-વે ઉપર પણ પાણી ભરાયા હતા.
અરવલ્લી જિલ્લા માં વરસાદી માહોલ જમ્યો છે વહેલી સવારથી જિલ્લા માં સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક રોડ પર પાણી ફરી વળતા અને પાણી ભરાતા વાહનચાલકો ને પણ મુશ્કેલી સર્જાઈ હતી ધોળા દિવસે વાહન ચાલકો ને લાઈટો ચાલુ કરવી હતી જિલ્લા ના અન્ય તાલુકાઓ માં પણ વરસાદ ખાબક્યો હતો વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી ધરતી પુત્રો માં ખુશાલી છવાઈ હતી
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી