Thursday, March 28, 2024
Homeગુજરાતનવસારીમાં જરૂરીયાત મંદો માટે રૂપિયા 10માં અનલિમિટેડ ભોજનની સુવિધા શરૂ કરાઈ

નવસારીમાં જરૂરીયાત મંદો માટે રૂપિયા 10માં અનલિમિટેડ ભોજનની સુવિધા શરૂ કરાઈ

- Advertisement -

કોરોના કાળમાં સૌથી વધુ અસર મધ્યમ વર્ગીય પરિવારોને થઈ છે અનેક લોકોની નોકરીઓ છીનવાઈ છે તો અનેક લોકોએ પોતાનો ધંધો બંધ કરીને અન્ય નોકરી કરવાની ફરજ પડી છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં કેટલાય સેવાભાવીઓએ સેવા કાર્ય કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનું દુઃખ દર્દ સમજવાનો પ્રયાસ કર્યો છે. નવસારી શહેરના શ્રમજીવી લોકો તેમજ જરૂરીયાત મંદો માટે શહેરમાં નજીવા દરે ભરપેટ ભોજનની સુવિધા ઉભી કરવામાં આવી છે.

 

નવસારી શહેરમાં આવેલા કોકીલાબેન ભુપેન્દ્રભાઈ કાપડિયા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક આશિષ કાપડીયાએ સેવા કરવાના ઉદેશ્યથી 10 રૂપિયાના ટોકન દરે જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારવા માટેનો સંકલ્પ કર્યો છે. શહેરના 2 વિસ્તારોમાં ટોકન દરે ભરપેટ ભોજન ઉપલબ્ધ થાય તે માટે સેવા કાર્યની શરૂઆત કરી છે. જેમાં આજે લુન્સીકુઈ અને GIDC એમ બે વિસ્તારમાં આ સેવાની શરુઆત કરવામાં આવી છે. કઢી ખીચડી સ્થળ પર જમવા માટે આપવા સાથે પાર્સલની સુવિધા પણ આપવામાં આવી છે. પણ શરત એટલી કે પાર્સલ માટેના કન્ટેનરની વ્યવસ્થા લોકોએ જાતે કરવાની રહેશે.

 

પરિવારના સભ્યો દ્વારા ચાલતા આ ચેરીટેબલ ટ્રસ્ટમાં હાલમાં આ સેવાકાર્ય માટે કોઈ દાતા નથી. ફક્ત તેઓ પોતાની બચતમાંથી આ કાર્યની શરૂઆત કરી છે. શહેરમાં કુલ 5 જગ્યાએ આ ભોજનના સ્ટોલ લગાવવાની યોજના છે. જેમાં શાકભાજી માર્કેટ, રેલવે સ્ટેશન, વિઠ્ઠલ વાડી વિસ્તારમાં સ્ટોલ ઉભા કરવામાં આવશે.

 

તમિલનાડુમાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાએ પણ ભોજનને લઈને અમ્મા થાળીનું મોડેલ અપનાવ્યું હતું. જેમાં અનેક લોકોને ભોજન આપવામાં આવતું હતું. તેવી જ રીતે શહેરના આ સેવાભાવિ પરિવાર દ્વારા અદભુત સેવા કાર્યની શરૂઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular