Friday, March 29, 2024
HomeUnlock 2.0ની ગાઈડલાઈન રજૂ, વધી ગઈ છૂટ, સ્કૂલ-જીમ સહિત આટલી વસ્તુઓ ઉપર...
Array

Unlock 2.0ની ગાઈડલાઈન રજૂ, વધી ગઈ છૂટ, સ્કૂલ-જીમ સહિત આટલી વસ્તુઓ ઉપર પ્રતિબંધ રહેશે

- Advertisement -
અનલોક 2.0 1 જુલાઈ 2020થી શરુ થઈ રહ્યું છે. જેમાં સરકારે પહેલાથી પ્રતિબંધિત ગતિવિધિઓ અને કન્ટેનમેન્ટ ઝોનમાં ચાલું પ્રતિબંધોને છોડીને બધા પ્રકારના કામોને મંજૂરી આપી છે.
  • અનલોક 2.0 1 જુલાઈ 2020થી શરુ થઈ રહ્યું છે. જેમાં સરકારે પહેલાથી પ્રતિબંધિત ગતિવિધિઓ અને કન્ટેનમેન્ટ ઝોનમાં ચાલું પ્રતિબંધોને છોડીને બધા પ્રકારના કામોને મંજૂરી આપી છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અનલોક 2.0ની ગાઈડલાઈન રજૂ કરી છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આદેશ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન ઉપર નિન્મ કામોને છોડીને બધી ગતિવિધિઓને મંજૂરી આપી છે. આ ઉપરાંત સરકારે (Central Government) અનલોક 2.0માં (Unlock-2.0) કર્ફૂના સમયમાં પણ ફેરફાર કર્યો છે.

નવી ગાઈડલાઈન પ્રમાણે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. અનલોક 2.0 1 જુલાઈ 2020થી શરુ થઈ રહ્યું છે. જેમાં સરકારે પહેલાથી પ્રતિબંધિત ગતિવિધિઓ અને કન્ટેનમેન્ટ ઝોનમાં ચાલું પ્રતિબંધોને છોડીને બધા પ્રકારના કામોને મંજૂરી આપી છે.

-બધી જગ્યાઓ ઉપર 31 જુલાઈ 2020 સુધી સ્કૂલ, કોલેજો, શિક્ષણ સંસ્થાન બંધ રહેશે. ઓનલાઈન અને ડિસ્ટેન્સ લર્નિંગ ચાલું રહેશે. આને પ્રોત્સાહન આપવામાં આવશે.

– બધા પ્રકારની આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા ઉપર પ્રતિબંધ ચાલું રહેશે.

-મેટ્રો સેવાઓ બંધ રહેશે

-સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આવી બીજી જગ્યાઓ બંધ રહેશે.

– બધા જ પ્રકારના સામાજિક, રાજનૈતિક, ખેલ, મનોરંજન, એકેડમિક, સાંસ્કૃતિક, ધાર્મિક આયોજનો ઉપર પ્રતિબંધ રહેશે.

સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે બધી ગતિવિધીઓ શરૂ કરવાના સંબંધમાં અલગથી ગાઈડલાઈન રજૂ કરવામાં આવશે. જરૂરત પડવા ઉપર માનક સંચાલન પ્રક્રિયા પણ લાગુ કરવામાં આવશે.જેનાથી કોરોના વાયરસને ફેલાવતા રોકવા માટે સોશિયલ ડિસ્ટેસિંગ સુનિશ્વિત કરી શકાય. સ્થાનિક ઉડાનો અને યાત્રી ટ્રેનોની સીમિત માત્રામાં અનુમતિ આપવામાં આવી છે.

સરકારે અનલોક 2.0માં રાત્રના કર્ફ્યૂના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાત્રના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કફ્યૂ લાગશે. આ કર્ફ્યૂ દરમિયાન ઈમર્જન્સી સાથે જોડાયેલા લોકો, જરૂરી કામો સાથે જોડાયેલા લોકો, શિફ્ટોમાં કામ કરનારા લોકો, રાષ્ટ્રીય રાજમાર્ગ દ્વાાર સામાન અવર-જવર કરનાર લોકો અને કાર્ગો, બસ, ટ્રેન અને વિમાનથી યાત્રા કરનાર પોતાના ગંતવ્ય તરફ જનાર લોકોને છોડીને દરેક ઉપર અવર-જવર ઉપર પ્રતિબંધ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular