અનલોક કોરોના – જૂન મહિનામાં જથ્થાબંધ કેસ, માત્ર 5 દિવસમાં 2325 દર્દીઓ સામે આવ્યાં જ્યારે 152એ જીવ ગુમાવ્યાં

0
13
  • જૂન મહિનાથી શરૂઆતથી જ રાજ્યમાં 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે
  • રાજ્યમાં અત્યારસુધીમાં કુલ મૃત્યુઆંકમાંથી 13 ટકાના મોત માત્ર છેલ્લા 5 દિવસમાં થયા છે

સીએન 24,ગુજરાત

અમદાવાદરાજ્યમાં કોરોનાની સ્થિતિ સુધવાને બદલે વધારે બગડી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. ખાસ કરીને લોકડાઉન-5 બાદ કેસોની સંખ્યામાં પણ અધડક વધારો થઈ રહ્યો છે. જૂન મહિનાથી શરૂઆતથી જ રાજ્યમાં 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 5 દિવસમાં 152 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ મૃત્યુઆંક 1190એ પહોંચ્યો છે જેમાથી 13 ટકાના મોત માત્ર જૂન મહિનાના છેલ્લા 5 દિવસમાં જ થયા છે.

વેપાર-ધંધા ખુલતા લોકલ સંક્રમણ વધ્યું 
રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે લોકડાઉન-5માં લગભગ મોટાભાગના વેપાર-ધંધા પણ ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે લોકલ સંક્રમણ વધ્યું છે. જેથી કેસની સંખ્યામાં પણ અચાનક વધારો થવા લાગ્યો છે. જૂન મહિનામાં માત્ર 5 જ દિવસમાં રાજ્યમાં 2325 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 152 જેટલા દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અમદાવાદના કુલ કેસના 10 ટકા કેસ માત્ર છેલ્લા 10 દિવસમાં
અમદાવાદ માટે પણ જૂન મહિનો ચિંતાજનક સાબિત થયો છે. શહેરમાં ચાલુ મહિનામાં અત્યારસુધીમાં 1498 કેસ નોંધાયા છે જ્યારે 126 દર્દીઓના મોત નિપજ્યા છે. અમદાવાદના અત્યારસુધીના કુલ 13678 પોઝિટિવ કેસમાંથી 10 ટકા કેસ માત્ર છેલ્લા 10 દિવસમાં સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here