ઉન્નાવ રેપ કેસ : પીડિતાની હાલત હજુ પણ ગંભીર, વકીલ કોમામાં

0
25

ઉન્નાવ રેપ કેસની પીડિતાની હાલત હજી પણ ગંભીર છે. બે દિવસ પહેલા તેને એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવી હતી. તેની સાથે તેમના વકિલની હાલતમાં પણ કોઈ પમ પ્રકારનો સુધારો થયો નથી. તે હજૂ પણ કોમામાં છે. મંગળવારે બંનેની હાલતને લઈને એમ્સે મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતું.

આ બુલેટીનમાં ડોક્ટરોની રિપોર્ટના આધાર પર જણાવવામાં આવ્યુ છે કે પીડિતાની હાલત હજૂ પણ ગંભીર છે. તેથી તેને વેન્ટીલેટર પર જ રાખવામાં આવી છે. તેમનુ બલ્ડ પ્રેશર કંટ્રોલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

એમ્સ તરફથી જણાવવામાં આવ્યુ છે કે ડોક્ટરોની એક વિશેષ ટીમ પીડિતાની દેખરેખ કરી રહી છે. સાથે જ મંગળવારે પીડિતાના વકિલને પણ એમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તે હજૂ પણ કોમામાં છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે તેમની હાલત ગંભીર છે.

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પીડિતા અને તેમના વકીલને એમ્સમાં દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ પીડિતાને એયરલિફ્ટ કરી સોમવારે એમ્સ લાવવામાં આવ્યા હતા. 28 જુલાઈના રોજ ઘટના પછી બંનેનો ઈલાજ લખનઉના ટ્રોમા સેન્ટરમાં કરવામાં આવતો હતો.

આ તરફ ઉન્નાવ રેપ કેસનો આરોપી ભાજપનો ધારાસભ્ય કુલદીપ સેંગરને પણ સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીની તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારના રોજ આ બાબતે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ત્યાં સીબીઆઈએ જજને જણાવ્યું કે 4 જુન 2017ના રોજ આરોપી કુલદીપ સેંગર પીડિતાની સાથે બળાત્કાર કરવામાં પણ શામેલ હતો. સાથે શશિ સિંહના કેસમાં પણ શામેલ હોવાનો આરોપ સાચો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here