Monday, October 18, 2021
Homeઉન્નાવ રેપ પીડિતાના કાકાએ અકસ્માત મામલે MLA કુલદીપ સેંગર સહિત 10 લોકો...
Array

ઉન્નાવ રેપ પીડિતાના કાકાએ અકસ્માત મામલે MLA કુલદીપ સેંગર સહિત 10 લોકો સામે FIR દાખલ કરી

ઉન્નાવ રેપ પીડિતાની કાર અને ટ્રકની ભયંકર ટક્કરના મામલામાં પીડિતાનાં કાકાએ FIR દાખલ કરાવી છે. FIRમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, ધારાસભ્યનાં ભાઈ મનોજ સેંગર અને મામલામાં આરોપી રિંકુ સહિત 10 લોકોનાં નામ છે. અને 15-20 અજ્ઞાત લોકો પણ સામેલ છે. આ કેસ IPCની ધારા 302, 307, 506, 120Bમાં દાખલ કરવામાં આવ્યો છે. મામલો રાયબરેલીનાં ગુરુબખ્શગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

FIRમાં હત્યા, હત્યાનો પ્રયાસ, જાનથી મારી નાંખવાની ધમકી, આપરાધિક શડયંત્ર રચવા જેવા આરોપો છે. FIRમાં કુલદીપ સિંહ સેંગર, મનોજસિંહ સેંગર, અરૂણસિંહ, જ્ઞાનેન્દ્રસિંહ, રિન્કુ સિંહ, અને વકીલ અવધેશ સિંહ સિવાય અન્ય 15-20 અજ્ઞાત લોકોનાં નામ છે. જોકે, ઉત્તર પ્રદેશ પોલીસે ઉન્નાવ રેપ પીડિતાની કારની ટ્રક સાથે થયેલી ટક્કરને દુર્ઘટના ગણાવી છે.

પોલીસે કહ્યુ છેકે, ટ્રકનાં ડ્રાઈવર, તેના માલિક અને ક્લીનરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અને આ મામલાની તપાસ દરેક એંગલથી કરવામાં આવી રહી છે. દુર્ઘટનામાં મૃત પીડિતાની કાકી પીડિતા સાથે થયેલાં રેપના મામલામાં ચાલી રહેલી CBI તપાસમાં સાક્ષી હતા. ટ્રકની નંબર પ્લેટ પર કાળા કલર માટે ટ્રકનાં માલિકે કહ્યુ છેકે, હપ્તા પર ટ્રક લીધો હતો. એટલે તેના હપ્તા ભરી રહ્યો ન હતો. એટલે નંબર છુપાવી રાખ્યો હતો. ટ્રક બાંદાથી રાયબરેલી મોરંગ પાડવા ગયો હતો. ટ્રક ડ્રાઈવરનું કહેવું છેકે, વરસાદને કારણે તેને વિઝનમાં મુશ્કેલી આવી અને દુર્ઘટના થઈ ગઈ હતી. લખનઉથી ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સુરક્ષાકર્મીનાં સવાલ પર પોલીસે જણાવ્યુ હતુકે, ગાડીમાં જગ્યા ન હોવાને કારણે સુરક્ષાકર્મી જઈ શક્યો ન હતો. જરૂર લાગશે તો કેસને CBIને સોંપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments