ઉન્નાવ રેપ કેસ : CJIએ SC પાસે રિપોર્ટ માંગ્યો, પૂછ્યું- પીડિત પરિવારનો પત્ર સામે આવતા આટલી વાર કેમ લાગી

0
20

નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટ આવતી કાલે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પીડિતાના મેડિકલ રિપોર્ટ પણ મેળવી લીધા છે. બુધવારે સુનાવણી દરમિયાન સીનિયર વકીલ વી ગિરિએ કહ્યું છે કે, આ કેસને ઉત્તર પ્રદેશથી ટ્રાન્સફર કરી દેવો જોઈએ. સીજેઆઈએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી પાસેથી જવાબ માંગ્યો છે કે, ઉન્નાવ રેપ પીડિતાના પરિવાર તરફથી 12 જુલાઈ દ્વારા લખવામાં આવેલા પત્રને સામે લાવવામાં આટલી વાર કેમ થઈ.

નોંધનીય છે કે, ઉન્નાવ રેપ પીડિત પરિવાર રવિવારે કાર એક્સિડન્ટમાં ઘાયલ થયો તે પહેલાં જ તેમણે સીજેઆઈને સંબોધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં આરોપીઓ દ્વારા સતત ધમકી આપવામાં આવી રહી છે અને તેમને જીવનું જોખમ હોવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પત્ર સીજેઆઈ સુધી પહોંચવામાં ઘણો સમય થઈ ગયો હતો. રવિવારે પીડિત પરિવારને થયેલા કાર એક્સિડન્ટમાં પીડિતાના કાકી અને માસીનું મોત થઈ ગયું છે.

જાન્યુઆરીમાં પીડિતાની માતાએ અરજી દાખલ કરી હતી
આ વર્ષે જાન્યુઆરીમાં પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસની ઉત્તર પ્રદેશમાં નિષ્પક્ષ તપાસ નથી થઈ રહી તેથી તેને લખનઉની જગ્યાએ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે.

ચાર આરોપીઓએ નોટિસ રિસીવ નથી કરી
પીડિતાની માતાની અરજી પર સુપ્રીમ કોર્ટે 16 ઓપ્રિલે યુપી સરકાર, સીબીઆઈ અને આરોપીઓને નોટિસ આપી હતી.
ગયા સોમંવારે આ કેસ રજિસ્ટ્રાર કોર્ટની સામે આવ્યો અને જોવા મળ્યું કે, ચાર આરોપીઓએ હજી સુધી નોટિસ રિસીવ કરી નથી. તેથી હજી સુધી આ કેસની સુનાવણી થઈ શકી નથી. દરેક આરોપી નોટિસ રિસીવ કરી લે તે પછી જ આ કેસની સુનાવણી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here