Thursday, August 11, 2022
Homeઉન્નાવ રેપ કેસ : ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગરના ઘર સહિત CBIની 17...
Array

ઉન્નાવ રેપ કેસ : ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગરના ઘર સહિત CBIની 17 સ્થાનો પર રેડ

- Advertisement -

ઉન્નાવ બળાત્કાર પીડિતાના એક્સિડેન્ટ કેસમાં સીબીઆઇએ અલગ-અલગ જગ્યાઓએ રેડ પાડી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે રેડ પાડ્યાની માહિતી હાલ આપવામાં આવી નથી. કેમકે રેડ હજુ પણ ચાલુ છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે લગભગ 17 સ્થાનો પર રેડ પાડવામાં આવી રહ્યા છે.

ઉન્નાવ બળાત્કાર પીડિતાએ એક્સિડેન્ટ કેસમાં સીબીઆઇએ રેડ પાડી છે. આ રેડ લખનઉ, ઉન્નાવ, બાંદા, ફતેહપુરમાં પાડવામાં આવી. આ ઉપરાંત આરોપીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા. ન્યુઝ એજન્સી મુજબ લગભગ 17 જેટલા સ્થાનો પર છાપા મારવામાં આવ્યા છે.

30 જુલાઇએ રાયબરેલીમાં એક ઝડપથી આવી રહેલી ટ્રકે બળાત્કાર પીડિતાની કારને ટક્કર મારી હતી. આ એક્સિડેન્ટમાં પીડિતાના પરિવારના બે સભ્યોના મોત થઇ ગયા હતા. પીડિતા અને તેના વકીલ ગંભીર રૂપે ઘાયલ છે. બળાત્કાર મામલામાં ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેન્ગર આરોપી છે. સીબીઆઇએ અકસ્માતના મામલે પણ સેંગર વિરુદ્ધ હત્યાનો એક મામલો નોંધ્યો છે.

કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI)એ શનિવારે ભાજપથી સસ્પેન્ડ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પૂછપરછ કરી હતી. સેંગર એક સગીરા સાથે બળાત્કારના આરોપમાં આ સમયે સીતાપુર જેલમાં બંધ છે. સીબીઆઇના 3 સભ્યોના દળે બળાત્કાર પીડિતાના ઉન્નાવ સ્થિત ગામની મુલાકાત લીધી હતી.

માખીના પોલીસ સ્ટેશન પ્રભારીએ જણાવ્યું છે કે સીબીઆઇ ટીમ ગામમાં કેટલાક કલાક સુધી રહી. જોકે, એ સમયે પીડિતાના પરિવારનું કોઇ વ્યક્તિ ગામમાં હાજર નહોતું. શુક્રવારે સીબીઆઇએ બળાત્કાર પીડિતાના કાકાને રાયબરેલી જેલમાં પૂછપરછ કરી હતી. રાત્રે રાયબરેલી જિલ્લા પ્રશાસને સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર કાકાને દિલ્હીની તિહાડ જેલમા મોકલ્યા હતા.

રાયબરેલીમાં સીબાઇની ટીમ ગુરબખ્શગંજ વિસ્તારમાં અકસ્માત સ્થળે પહોંચી. ટીમે ઘટના સ્થળ અને મારુતિ સ્વિફ્ટ કારને ટક્કર મારનાર ટ્રકનું નિરીક્ષણ કર્યું. અકસ્માત બાદ ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચેલ પોલીસ અધિકારીઓની પણ સીબીઆઇની ટીમે વાતચીત કરી હતી. રવિવારે બળાત્કાર પીડિતા અને તેના પરિવારને લઇને જઇ રહેલ કારને ટ્રકે ટક્કર મારી હતી. એક્સિડેન્ટમાં પીડિતાની માસી અને કાકીનું મોત થયું હતું જ્યારે પીડિતા અને તેના વકીલ ગંભીર રૂપે ઘાયલ થયા.કેજીએમયૂ ટ્રોમા સેન્ટરમાં પીડિતાની દેખરેખ કરી રહેલા ડોક્ટરોએ બતાવ્યું કે પીડિતાને નિમોનિયા થયો છે અને તેની સ્થિતિ ગંભીર બતાવાઇ રહી છે. પીડિતા હજુ પણ વેન્ટિલેટર પર છે. ડોક્ટરોએ બતાવ્યું કે વકીલને વેન્ટિલેટરથી હટાવી દેવાયા છે. પરંતુ વકીલ પણ ખતરાથી બહાર નથી. પીડિતા અને તેના વકીલ બંનેની દેખરેખ રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular