આણંદ : ખેડા : ઠાસરા તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી.

0
17

 

ઠાસરા તાલુકા પંચાયતમાં આજ રોજ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિપક્ષ તરફથી દાવેદારી ના નોંધાતા ચૂંટણી બિનહરીફ રહી હતી. ઠાસરા તાલુકા પંચાયતમાં કુલ 24 સીટમાંથી 16 સીટ ભાજપ, 6 કૉંગ્રેસ અને 2 સીટ અપક્ષના હાથમાં આવી છે. ભાજપના બહુમતીના કારણે ઠાસરા તાલુકા પંચાયત માં ભાજપનો ભગવો લહેરાયો છે.

 

 

જેમાં પ્રમુખ તરીકે કાનભાઈ સોલંકીને મેન્ડેડ મળ્યો તો ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલને મેન્ડેડ મળ્યું. તેઓની સામે કોઈએ ઉમેદવારી ના નોંધાવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં જેમના નામનો મેન્ડેટ હતું તેઓને પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા. કૉંગેસમાંથી કોઈ ફોર્મ ન ભરાતા ઠાસરા તાલુકાનું સુકાન ભાજપના હાથમાં આવ્યું છે.

 

રિપોર્ટર : સોહિલ વહોરા, CN24NEWS, ઠાસરા, ખેડા,આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here