Sunday, September 19, 2021
HomeUNSC માં ટેરર ફંડિગ પર પ્રસ્તાવ પસાર, મસૂદ અઝહરને લઇ આતંરરાષ્ટ્રીય તણાવમાં...
Array

UNSC માં ટેરર ફંડિગ પર પ્રસ્તાવ પસાર, મસૂદ અઝહરને લઇ આતંરરાષ્ટ્રીય તણાવમાં વધારો

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આતંકવાદને લગામ લગાવવાના પ્રયત્નોમાં ભારતને મોટી સફળતા મળી છે. UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)માં શુક્રવારે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ આતંકી સંગઠનોને મળતા ફંડ પર પ્રતિબંધ લગાવવાનો છે. એટલે કે, જે દેશ અથવા તત્વ આતંકી ફંડિંગને પ્રોત્સાહન આપે છે તેના વિરૂદ્ધ યુએન ના સ્તરે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રસ્તાવ પસાર થવાનાપ્રસંગે યુએનમાં ભારતના સ્થાયી સભ્ય સૈયદ અકબરૂદ્દી ને પાકિસ્તાનની ઝાટકણી કરી છે. સૈયદ અકબરૂદ્દીને કહ્યું કે, યુએન દ્વારા પસાર કરવામાં આવેલો આ પ્રસ્તાવ આતંકી ફંડિંગ પર લગાવ લગાવશે. આતંકીઓ આજે નવીનવી રીતોથી પૈસા એકઠાં કરી રહ્યા છે અને પોતાના બદઇરાદાઓ ને અંજામ આપી રહ્યા છે. આતંકીઓ નિયમોને તોડવા માટે તૈયાર છે અને કેટલાંક દેશો તેઓની મદદ પણ કરી રહ્યા છે.

ચીનનો વીટો, પાકનું થેન્ક્યુ!

અકબરૂદ્દીને કહ્યું કે, ગ્લોબલ કોમ્યુનિટી જો એક્શન માટે આગળ આવે છે તો ભારત તેના માટે સંપુર્ણ રીતે તૈયાર છે. આ દરમિયાન તેઓએ ફાઇનાન્શિયલ ટાસ્ક ફોર્સના વખાણ પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, UN (સંયુક્ત રાષ્ટ્ર)માં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ઘેરવા માટે ભારત સતત દબાણ બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. ભારતની પહેલથી જ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ ફરીથી લાવ્યા હતા. આ પ્રસ્તાવ સામે ચીને વીટો પાવર લગાવીને ટેક્નિકલ પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ આ તમામ દેશો એકવાર ફરીથી પ્રસ્તાવ લઇને આવ્યા છે.

પુલવામા હુમલાનો દોષી મસૂદ અઝહર હજુ પાકિસ્તાનમાં છે અને ચીન પોતાના વીટોના દમ પર ચોથીવાર તેને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવી ચૂક્યું છે. પાકિસ્તાને આ પગલાં માટે ચીનને ધન્યવાદ પણ પાઠવ્યા હતા.

અમેરિકાના પ્રસ્તાવ સામે ચીનનો વિરોધ

મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાને લઇને આતંરરાષ્ટ્રીય સ્તરે ચીન અને અમેરિકામાં તણાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. 13 માર્ચે ચીનના વીટો લગાવ્યા બાદ 27 માર્ચે અમેરિકાએ યુએન સામે ફરીથી આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકા તરફથી વધુ એકવાર લાવવામાં આવેલા પ્રસ્તાવ પર ચીને સંકેત આપ્યા છે કે, તે UNSCમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાના અમેરિકા તરફથી ફરી એકવાર લાવવામાં આવેલા એકપક્ષીય પ્રસ્તાવનું સમર્થન નહીં કરે. સાથે જ ચીને અમેરિકાના આ પગલાંની ટીકા પણ કરી હતી.

ચીને અમેરિકા સામે યુનાઇટેડ નેશનલ 1267 કમિટીને અવગણવા અને તેના અધિકારોને ખતમ કરવાના આરોપો પણ લગાવ્યા છે. ચીને વારંવાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના ભારત, અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોના આગ્રહનો સતત વિરોધ કર્યો છે. બીજિંગે ગત મહિને અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર ટેક્નિકલ હોલ્ડ રાખ્યો હતો, ત્યારબાદ અમેરિકાએ ડાયરેક્ટ યુએનમાં જ આ પ્રસ્તાવ લાવવા અને તેના સંબંધિત એકતરફી ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments