કોરોના ઈન્ડિયા : અત્યાર સુધી 9240 કેસ-338 મોતઃ 24 કલાકમાં 759 નવા દર્દી મળ્યા, 3 દિવસ બાદ 800થી ઓછો સંક્રમિતોનો આંકડો

0
28

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9240 એ પહોંચી ગઈ છે. રવિવારે 759 નવા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ બાદ આ આંકડો 800ની નીચે ગયો છે. આ પહેલા 9 એપ્રિલે 813, 10 એપ્રિલે 871 અને 11 એપ્રિલે 854 સંક્રમિત મળી આવ્યા હતા. ગઈ કાલે નાગાલેન્ડમાં પહેલો કોરોના સંક્રમિત મળી આવ્યો છે. આ સાથે જ દેશના 26 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ આ બિમારીના સંકજામાં આવી ગયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકારના આંકડાઓ પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 9240 લોકો સંક્રમિત છે. જેમાંથી 7987ની સારવાર ચાલી રહી છે. 856 સ્વસ્થ થયા છે અને 338ના મોત થયા છે.

મૃત્યુઆંક 338 પહોંચ્યો

દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 338એ પહોંચી ગયો છે. સોમવારે મુંબઈના ધારાવીમાં સંક્રમણના કારણે પાંચમું મોત થયું છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 150એ પહોંચી ગઈ છે. આ પહેલા રવિવારે એક દિવસમાં સૌથી વધારે 39 લોકોના મોત થયા છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા 

દિવસ કેસ
10 એપ્રિલ 871
11 એપ્રિલ 854
9 એપ્રિલ 813
12 એપ્રિલ 759
05 એપ્રિલ 605

 

પૂર્વોત્તરના 2 રાજ્યોમાં આજે દારૂની દુકાનો ખુલશે 

આસામ અને મેઘાલયમાં લોકડાઉન ખતમ થયા પહેલા જ રાજ્ય સરકારે સોમવારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. સરકારના કહ્યાં પ્રમાણે, નિર્ણય લોકોની માંગને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. દુકાનોમાં ઓછામાં ઓછો સ્ટાફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેઘાલયમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ સામે આવ્યો નથી. આસામમાં 29 સંક્રમિત છે.

26 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું સંક્રમણ

કોરોનાવાઈરસ અત્યાર સુધી દેશના 25 રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here