Friday, March 29, 2024
HomeUP: મહાત્મા ગાંધીની તસવીરને ગોળી મારનાર હિંદુ મહાસભાની સચિવ પૂજા પાંડેની ધરપકડ
Array

UP: મહાત્મા ગાંધીની તસવીરને ગોળી મારનાર હિંદુ મહાસભાની સચિવ પૂજા પાંડેની ધરપકડ

- Advertisement -

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર સામે બંદૂક તાકી ગોળી મારવાના મામલે હિંદુ મહાસભાની રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડેની પોલીસે અંતે ધરપકડ કરી છે. પોલીસે પૂજા શકુન પાંડેને દિલ્હીથી નોયડામાં એન્ટ્રી કરતાં સમયે પકડી પાડી છે. પોલીસે પૂજાની સાથે તેના પતિ અશોક પાંડેને પણ પકડ્યો છે. આ મામલે અલીગઢ પોલીસે કુલ 13 લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો, હજુ સુધી આ મામલે 7 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

30 જાન્યુઆરીએ મહાત્માનું અપમાન કર્યું હતું
  • મહાત્મા ગાંધીની પુણ્યતિથિના દિવસે તેમની તસવીરને પૂજા શકુન પાંડેએ એર પિસ્તોલથી ગોળી મારી હતી.
  • આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેના પર પોલીસે FIR દાખલ કરી હતી. જે બાદ પૂજા અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી.
પૂજાની અનેક કરતૂતો સામે આવી
  • મહાત્મા ગાંધીની તસવીર પર ગોળી ચલાવવાની ઘટના બાદ હિંદુ મહાસભાની પૂજા શકુન પાંડેની અનેક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
  • આ તસવીરોમાં તે ભાજપના દિગ્ગજ નેતાઓની સાથે નજરે પડે છે. આ વાયરલ તસવીરોમાં પૂજા શકુન પાંડે મધ્યપ્રદેસના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણની સાથે પણ જોવા મળે છે.
નથુરામ ગોડસેની પૂજા કરીએ છીએ- પૂજા શકુન પાંડે
  • આ પહેલાં ઓગસ્ટ 2018માં એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં પૂજાએ કહ્યું હતું કે, “અમે નથૂરામ ગોડસેની પૂજા કરીએ છીએ. તેમના પર અમને ગર્વ છે. તેઓ મહાત્મા ગાંધીના હત્યારા ન હતા, તેમને ભારતીય બંધારણ લાગુ થયું તે પહેલાં જ સજા આપવામાં આવી હતી.”
  • પૂજાએ વધુમાં કહ્યું હતું કે, “જો નથૂરામ ગોડસે પહેલાં તે જન્મી હોત તો ગાંધીની હત્યા હું કરી નાંખત.”
  • પોતાને સામાજિક કાર્યકર્તા અને ગણિતની પ્રોફેસર ગણાવનરા પૂજા શકુને એમ પણ કહ્યું હતું કે, “જો આજે પણ કોઈ મહાત્મા ગાંધી પેદા થશે અને દેશના ભાગલા પાડવાની વાત કરશે તો નાથૂરામ ગોડસે પણ આ પુણ્ય ભૂમિ પર જ જન્મશે.”
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular