Saturday, September 25, 2021
Homeયુપી-બિહાર : ચોથા ભાગની વયસ્ક વસતીને સિંગલ ડોઝ અને 4.8 ટકાને બંને...
Array

યુપી-બિહાર : ચોથા ભાગની વયસ્ક વસતીને સિંગલ ડોઝ અને 4.8 ટકાને બંને ડોઝ અપાયા

દેશમાં કોરોના વેક્સિનેશન શરૂ થયાને 6 મહિના થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી માત્ર 4 રાજ્ય એવા છે જ્યાં 50 ટકાથી વધુ વયસ્કો (18+)ને રસીનો સિંગલ ડોઝ અપાયો છે. સૌથી ખરાબ સ્થિતિ ઉત્તરપ્રદેશ અને બિહારની છે. આ બંને રાજ્યોમાં ચોથા ભાગની વયસ્ક વસતીને સિંગલ ડોઝ અને માત્ર 4.8 ટકાને બંને ડોઝ અપાયા છે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધીમાં રોજની રસીની સરેરાશ 2.34 લાખ, બિહારમાં 1.17 લાખની રહી છે. આ ઝડપે ઉત્તરપ્રદેશમાં 14.9 કરોડ વયસ્કની વસતીને બંને ડોઝ આપવામાં જુલાઈ-2024 અને બિહારમાં મે-2024 આવી જશે. અત્યારે દેશમાં દર મહિને 12 કરોડ રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

બંને ડોઝ આપવામાં હિમાચલ-કેરળ અવ્વલ
સિંગલ ડોઝ આપવામાં ગુજરાત, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ આગળ છે. બંને ડોઝ મામલે હિમાચલ પછી કેરળ છે. એક મહિના પહેલા કેરળ સૌથી આગળ હતું.

રસીકરણની ઝડપ વધશે નહીં તો લક્ષ્ય દૂર રહેશે.
દેશમાં 94.02 કરોડ વસતી 18+ની છે તેમાંથી 33.8 કરોડ (36%)ને સિંગલ, 9.17 કરોડ (9.8%)ને બંને ડોઝ અપાયા છે. જો ઝડપ વધશે નહીં તો 2022માં પણ તમામ વયસ્કોને બંને ડોઝ આપવા મુશ્કેલ બનશે.

રસીની રોજની સરેરાશ 36 ટકા સુધી ઘટી
21 જૂન પછી દેશમાં રોજ અપાતી રસીની સરેરાશ 62.8 લાખની થઈ છે. 24 જુલાઈએ સરેરાશ 40.03 લાખની હતી. એટલે કે દેશમાં રોજ અપાતી રસીની સરેરાશ એક મહિનામાં 36 ટકા સુધી ઘટી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments