Monday, October 25, 2021
Homeકોવિડ-19 : યુપી સરાકારે છ પ્રકારના ભથ્થાને અટકાવ્યા, 16 લાખથી વધારે કર્મચારી...
Array

કોવિડ-19 : યુપી સરાકારે છ પ્રકારના ભથ્થાને અટકાવ્યા, 16 લાખથી વધારે કર્મચારી અને 11.82 લાખ પેન્શનરોને અસર થશે

લખનઉ. ઉત્તર પ્રદેશમાં કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારની જેમ પોતાના કર્મચારીઓના  જાન્યુઆરીથી પ્રસ્તાવિત મોંઘવારી ભથ્થા તેમજ પેન્શનરોની મોંઘવારી રાહતને રોકવાનો નિર્ણય કર્યો  છે. સરકારે રાજ્યના કર્મચારીઓના છ પ્રકારના ભથ્થાને રોકી દેવાનો નિર્ણય કર્યો છે. આ ભથ્થાને 31 માર્ચ 2021 સુધી સ્થગિત રાખવાનો નિર્ણય કરાયો છે. આમાં મોંઘવારી ભથ્થું, વિભાગીય ભથ્થુ, સચિવાલય ભથ્થુ, પોલીસ ભથ્થાનો પણ સમાવેશ થાય છે.

16 લાખ કર્મચારીઓ અને 11.82 લાખ પેન્શનરોને આ નિર્ણયની અસર પડશે. દોઢ વર્ષનું મોંઘવારી ભથ્થુ અને રાહતને રોકવામાં આવે તો 10 હજાર કરોડ રૂપિયા બચાવીની સરાકારને આશા છે.

દરેક જિલ્લામાં ફોકસ ટીમ બનાવો: યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટીમ 11 સાથે સમીક્ષા બેઠક કરી. બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને કહ્યું કે સંક્રમણને રોકવા માટે દરેક જિલ્લામાં ફોકસ ટીમ બનાવવામાં આવે.કોઈ પણ ભોગે વાઈરસનું સંક્રમણ આગળ ન વધવું જોઈએ. કોરોના યોદ્ધાઓ માટે પીપીઈ કીટ્સ અને એન-95 માસ્કનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની વાત પણ તેઓએ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments