નિસાન કિક્સ પર 75 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, 15 સપ્ટેમ્બર સુધી બુકિંગ કરાવ્યું તો એક્સ્ટ્રા ₹15 હજારનું ડિસ્કાઉન્ટ મળશે

0
0

નિસાન કિક્સને આ મહિનામાં 75,000 રૂપિયા સુધીના બેનિફિટ અને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. ફેસ્ટિવ સિઝનની શરૂઆત થાય એટલે ગ્રાહકોને ડીલરશિપ સુધી ખેચી લાવવા કંપનીઓ નવી-નવી ઓફર્સ કાઢતી હોય છે. સપ્ટેમ્બર 2020 માટે નિસાન ઇન્ડિયા પણ તેની ગાડી પર ભારે છૂટ આપી રહી છે. આ ઓફર કારના તમામ વેરિઅન્ટ્સ પર મળશે.

આ મહિને નિસાન કિક્સ પર કેટલા ફાયદા મળશે?

નિસાનની તમામ ડીલરશિપને 45,000 સુધીના એક્સચેન્જ બેનિફિટ અને 10,000 રૂપિયાના લોયલટી બેનિફિટ આપવા માટે સત્તા આપવામાં આવી છે. આ સિવાય 10,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને 15 સપ્ટેમ્બર પહેલાં અથવા તે પહેલાં નવી કિકના બુકિંગ પર પણ રૂ.15,000નો એક્સ્ટ્રા બેનિફિટ આપવામાં આવી રહ્યો છે.

નિસાન કિક્સના તમામ વેરિઅન્ટ્સ પર ડિસ્કાઉન્ટ
​​​​​​​​​​​​​​

કિક્સના તમામ 8 વેરિઅન્ટ્સ, 3 એન્જિન ગિયરબોક્સ ઓપ્શન્સ અને 4 ટ્રિમ લેવલ પર આ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. કિક્સ પાસે હવે બે પેટ્રોલ એન્જિન ઓપ્શન છે, જેમાં એક 106 હોર્સપાવર, 1.5 લિટર નેચરલી એસ્પરેટેડ યૂનિટ અને બીજો 156 હોર્સપાવર, 1.3 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન. જૂના મોડેલમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે, જ્યારે એ પછીને મોડેલ 6-સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક ઓપ્શન સાથે અવેલેબલ છે.

નિસાન કિક્સની કિંમત (1.5 પેટ્રોલ માટે રૂ.9.50-10.00 લાખ અને 1.3 ટર્બો પેટ્રોલ માટે રૂ.11.85-14.15 લાખ) તેના ક્લાસ માટે સ્પર્ધાત્મક છે, જેમાંરેનોડસ્ટર, કિઆ સેલ્ટોસ, હ્યુન્ડાઇ ક્રેટા અને મારુતિ સુઝુકી S-Cross વગેરે સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here