Tuesday, January 18, 2022
Homeઅપકમિંગ ફીચર : હવે ટેલિગ્રામ યુઝર્સને પણ ગ્રુપ વીડિયો કોલિંગ ફીચરનો લાભ...
Array

અપકમિંગ ફીચર : હવે ટેલિગ્રામ યુઝર્સને પણ ગ્રુપ વીડિયો કોલિંગ ફીચરનો લાભ મળશે

વ્હોટ્સએપની કડક પોલિસીના નિયમને લીધે અનેક યુઝર્સ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર સ્વિચ થઈ રહ્યા છે. તેનો સૌથી વધારે લાભ ટેલિગ્રામને મળ્યો છે. તેને ધ્યાનમાં રાખી કંપની યુઝર્સને વ્હોટ્સએપમાં મળી રહેતાં ફીચર્સ લોન્ચ કરી રહી છે. તેની હરોળમાં કંપની હવે ગ્રૂપ વીડિયો કોલ સપોર્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

યાહૂ ફાયનાન્સના એક રિપોર્ટ પ્રમાણે, ટેલિગ્રામના CEO પવેલે જાહેરાત કરી છે કે એપના iOS વર્ઝનમાં ગ્રુપ વીડિયો સપોર્ટ મળશે. તેને આવતા મહિને લોન્ચ કરવામાં આવશે. કંપની છેલ્લા 1 વર્ષથી તેને લોન્ચ કરવા માટે પ્લાન બનાવી રહી છે.

વ્હોટ્સએપ જેવી જ સિક્યોરિટી
વ્હોટ્સએપ પર ઈન્ક્રિપ્શન સહિતની સિક્યોરિટી માટે અત્યાર સુધી યુઝર્સ તેને ખુબ પસંદ કરતાં હતાં. તેને ધ્યાનમાં રાખીને જ ટેલિગ્રામે પણ નવાં ફીચર સાથે સિક્યોરિટીનું પણ ધ્યાન રાખ્યું છે. ગ્રુપ કોલિંગ ફીચર ઈન્ક્રિપ્ટેડ હશે. સાથે જ તેમાં સ્ક્રીન શેરિંગનો અને નોઈઝ કેન્સલેશન પણ મળશે. આ નવું ફીચર ડેસ્કટોપ અને ટેબ્લેટ પર સપોર્ટ કરશે.

ટેલિગ્રામમાં પહેલાંથી જ વન ટુ વન ઈન્ક્રિપ્ટેડ વીડિયો કોલિંગ ફીચર અવેલેબલ છે. કંપની એ તાજેતરમાં જ એપમાં પેમેન્ટ, વોઈસ ચેટ શિડ્યુલ અને ડાર્ક મોડ સહિતના ફીચર લોન્ચ કર્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular