અપકમિંગ ફીચર : હવે વ્હોટ્સએપના ડિસઅપિયરિંગ ફીચરમાં 24 કલાકનો ઓપ્શન મળશે

0
1

વ્હોટ્સએપ ડિસઅપિયરિંગ ફીચરનું ટાઈમ ડ્યુરેશન ઓછું કરવા પર કામ કરી રહી છે. વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetainfoના રિપોર્ટ પ્રમાણે કંપની આ નવાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આગામી દિવસોમાં તેને એન્ડ્રોઈડ, iOS સાથે વેબ અને ડેસ્કટોપ માટે લોન્ચ કરવામાંઆવશે. કંપની આ ફીચરનો ટાઈમ ઘટાડી 24 કલાક કરી શકે છે.

ડિસઅપિયરિંગ ફીચરનો ફાયદો
આ ફીચરનો ફાયદો ગ્રુપ ચેટમાં વધારે મળે છે. જે ગ્રુપમાં સતત લાંબી ચેટ થતી રહે છે તેમાં મેસેજની સંખ્યા વધી જાય છે અને યુઝર તેને ડિલીટ ન કરે તો ફોનમાં સ્પેસ પણ વધવા લાગે છે. લાંબી ચેટને કારણે ઘણી વખત વ્હોટ્સએપ પણ હેંગ થવા લાગે છે. જો તેમાં મોટી મીડિયા ફાઈલ્સ હોય તો ફોન સ્લો થઈ જાય છે.

પહેલાં મેસેજ ડિસઅપિયરિંગ માટે વ્હોટ્સએપ ગ્રુપ એડમિન પાસે કન્ટ્રોલ રહેતો હતો પરંતુ થોડા દિવસ પહેલાં જ વ્હોટ્સએપે iOSની અપડેટમાં તેને ગ્રુપના તમામ મેમ્બર્સને એક્સેસ આપ્યો છે. વ્હોટ્સએપ ડિસઅપિયરિંગ ફોટો પર પણ કામ કરી રહી છે. ગ્રુપ સાથે આ સેટિંગ ઈન્ડિવિડ્યુલ ચેટ પર પણ લાગુ કરી શકાય છે.

આ સેટિંગ ફોલો કરો

  • જે ઈન્ડિવિડ્યુઅલ ચેટ અથવા ગ્રુપ પર આ ફીચર અપ્લાય કરવા માગતો હોય તેને ઓપન કરો.
  • ત્યારબાદ ચેટના પ્રોફાઈલ પર ક્લિક કરો અથવા કોન્ટેક્ટ અથવા ગ્રુપના નામ પર ટેપ કરો.
  • અહીં નીચે આપેલાં Disappearing Messages ઓપ્શન પર ટેપ કરો.
  • ટેપ કરતાં જ Continueનો પ્રોમ્પ્ટ આવશે તેના પર ફરી ટેપ કરો.
  • હવે કોન્ટેક્ટ કે ગ્રુપમાં આ ફીચર ઓન થઈ જશે. આ ફીચર ઓન છે તેવો મેસેજ પણ ડિસ્પ્લે થશે.

ઓડિયો મેસેજની પ્લેબેક સ્પીડનો કન્ટ્રોલ
વ્હોટ્સએપ અન્ય એક ફીચર પર કામ કરી રહી છે. તેમાં યુઝર ઓડિયો મેસેજની પ્લેબેક સ્પીડ કન્ટ્રોલ કરી શકે છે. અર્થાત મેસેજ સેન્ડ કરતાં પહેલાં યુઝર તેનાં ઓડિયોની સ્પીડ નક્કી કરી શકે છે. જોકે હાલ આ ફીચરનું બીટા યુઝર પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

વોઈસ મેસેજ પ્લેબેક સ્પીડ ફીચર એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.21.9.4 પર અવેલેબલ હતું જોકે 2.21.9.5 બીટા વર્ઝન પર તે અવેલેબલ નથી. તેથી બની શકે વ્હોટ્સએપ ફરી તેનું ટેસ્ટિંગ ટૂંક સમયમાં શરૂ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here