અપકમિંગ : હ્યુન્ડાઇ આજે તેની 7 સીટર SUV અલ્કાઝર લોન્ચ કરવા જઈ રહી

0
0

આખરે હ્યુન્ડાઇ આજે એટલે કે 18 જૂને તેની 7 સીટર SUV અલ્કાઝર લોન્ચ કરવા જઈ રહી છે. આ સેગમેન્ટમાં પણ આ કંપનીની પહેલી કાર છે. જો કે, આ અગાઉ એપ્રિલમાં લોન્ચ થવાની હતી. પરંતુ કોવિડ-19ને કારણે તેનું લોન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું હતું. તેનું પ્રી-બુકિંગ પણ લોન્ચિંગ પહેલાં શરૂ થઈ ગયું છે. ગ્રાહકો 25 હજારની ટોકન અમાઉન્ટ આપીને તેને ઓનલાઈન અથવા શો રૂમ પર જઇને પણ તેને બુક કરાવી શકે છે.

એન્જિન્સ અને વેરિએન્ટ ડિટેલ્સ
આ કારમાં બે એન્જિન ઓપ્શન મળશે. પહેલું થર્ડ જનરેશન પેટ્રોલ એન્જિન છે અને બીજું 1.5 લિટર ડીઝલ એન્જિન છે. તેના પેટ્રોલ એન્જિન વિશે વાત કરવામાં આવે તો આ એન્જિન 159PS પાવર અને 191Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેમજ, આ SUV 3 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ફર્સ્ટ વેરિઅન્ટ પ્રેસ્ટિજ, બીજું પ્લેટિનમ અને ત્રીજું સિગ્નેચર છે. તમામ વેરિઅન્ટ્સ પેટ્રોલ અને ડીઝલ એન્જિન ઓપ્શન્સમાં ઉપલબ્ધ રહેશે. તેમાં 7 અને 6 સીટર ઓપ્શન પણ મળશે.

હ્યુન્ડાઇ અલ્કાઝર સ્પીડ અને ડ્રાઇવિંગ મોડ
કારની સ્પીડ અંગે કંપનીનો દાવો છે કે, તે માત્ર 10 સેકંડમાં 0થી 100 કિમીની ઝડપે પકડી શકે છે. આ SUVમાં 3 ડ્રાઇવિંગ મોડ્સ આપવામાં આવી રહ્યા છે, જેમાં પ્રથમ ઇકો, બીજો સ્પોર્ટ અને ત્રીજો સિટી મોડ છે. જો કે, હજી સુધી કારની એવરેજને લગતી કોઈ માહિતી મળી નથી.

ઇન્ટિરિયર
કંપનીએ તેના ઇન્ટિરિયરનું સ્કેચ બહાર પાડ્યું હતું, જેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, અલ્કાઝરની સેકન્ડ રોમાં કેપ્ટન સીટ આપવામાં આવી છે. તે બ્લ્યુલાઇન કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વેન્ટિલેટેડ સીટ્સ, ફ્લેટ-બોટમ સ્ટિયરિંગ વ્હીલ, 360 ડિગ્રી કેમેરા, પેનોરમિક સનરૂફ સાથે ઘણાં બધાં ફીચર્સથી સજ્જ હશે. સેફ્ટી માટે તેમાં 6 એરબેગ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) જેવાં ફીચર્સ મળશે.

કિંમત
જો કે, કંપનીએ તેના ભાવ વિશે સત્તાવાર કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ અલ્કાઝરની એક્સ શો રૂમ કિંમત 13થી 20 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. ભારતમાં તે ટોયોટા ઇનોવા, MG હેક્ટર પ્લસ, મહિન્દ્રા XUV 500, મારુતિ સુઝુકી અર્ટિગા અને ટોયોટા ફોર્ચ્યુનરને ટક્કર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here