અપકમિંગ : હવે, અક્ષય કુમાર ફિલ્મ ‘હાઉસફુલ 4’માટે રૈપર બનશે

0
51

મુંબઈઃ હાલમાં અક્ષય કુમાર ફિલ્મ ‘મિશન મંગલ’ના પ્રમોશન તથા ‘સૂર્યવંશી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ 4’ પણ દિવાળી પર રિલીઝ થવાની છે. ચર્ચા છે કે આ ફિલ્મ માટે અક્ષય કુમાર રૈપર બનવાનો છે.

ડિરેક્ટરે અક્ષય કુમારને તૈયાર કર્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘હાઉસફુલ 4’ના ડિરેક્ટર ફરહાદ સામજીએ અક્ષય કુમારને રૈપર બનાવવાનો રજૂ કર્યો હતો. અક્ષય કુમારે આ પહેલાં ક્યારેય રૈપ સોંગ ગાયું નથી. ફિલ્મના પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલાને આ વિચાર પસંદ આવ્યો હતો અને તેમણે પણ અક્ષય કુમારને આ માટે મનાવ્યો હતો. આ ગીતને તનિષ્ક બાગચી કમ્પોઝ કરશે. ગીત હજી રેકોર્ડ કરવાનું બાકી છે. આ ગીત અક્ષય કુમાર એકલો ગાશે કે સાથે મિકા સિંહ હશે, તેને લઈ મેકર્સે કોઈ નિર્ણય લીધો નથી. ‘ગલી બોય’ના રણવીર સિંહને અક્ષય કુમાર રૈપર બનીને ટફ કૉમ્પિટિશન આપશે તે નક્કી છે.

‘હાઉસફુલ 4’ દિવાળી પર રિલીઝ થશે
અક્ષય કુમારની આ વર્ષે રિલીઝ થનારી આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં માર્ચ મહિનામાં અક્ષયની ‘કેસરી’ રિલીઝ થઈ હતી. ત્યારબાદ ઓગસ્ટમાં ‘મિશન મંગલ’ રિલીઝ થવાની છે. ઓક્ટોબરમાં અક્ષયની ‘હાઉસફુલ 4’ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત બોબી દેઓલ, રિતેશ દેશમુખ, ક્રિતિ સેનન, પૂજા હેગડે, રાના દગ્ગુબાતી સહિતના કલાકારો છે.

આ ફિલ્મ્સમાં અક્કીએ ગીત ગાયા છે
આ પહેલાં અક્ષય કુમારે ‘સિંઘ ઈઝ કિંગ’, ‘સ્પેશિયલ 26’ તથા ‘ઈટ્સ એન્ટરટેઈન્મેન્ટ’માં ગીત ગાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here