Thursday, October 21, 2021
Homeઅપકમિંગ : નવી ડિઝાઈન અને લેટેસ્ટ ફીચર્સથી સજ્જ ઓપ્પો વોચ 2 સિરીઝ...
Array

અપકમિંગ : નવી ડિઝાઈન અને લેટેસ્ટ ફીચર્સથી સજ્જ ઓપ્પો વોચ 2 સિરીઝ સપ્ટેમ્બરમાં લોન્ચ

ઓપ્પો રેનો 6 સિરીઝના ગ્લોબલ લોન્ચિંગ ઈવેન્ટમાં કંપનીએ ઓપ્પો વોચ 2 સિરીઝનું લોન્ચિંગ કન્ફર્મ કર્યું છે. ઓપ્પો વોચ 2 ઓપ્પો વોચના સક્સેસર તરીકે લોન્ચ થશે. કંપનીએ કન્ફર્મ કર્યું કે આ વોચમાં અપોલો 4S ચિપસેટ મળશે. આ ચિપસેટ અમેરિકાની સેમીકન્ડક્ટર કંપની એમ્બિક માઈક્રો સાથેની પાર્ટનરશિપ સાથે ડેવલપ કરાયું છે.

હાલ ઓપ્પો વોચમાં એપલ વોચ ઈન્સ્પાયર્ડ સ્ક્વેર ડિસ્પ્લે મળે છે. જોકે નવી ઓપ્પો વોચ 2માં કંપની સ્ક્વેર વેરિઅન્ટ સાથે રાઉન્ડ વેરિઅન્ટ પણ લોન્ચ કરી શકે છે. હાલની ઓપ્પો વોચ Wear OS પર રન કરે છે. અપકમિંગ વોચમાં ColorOS 11 સિસ્ટમ મળી શકે છે.

ઓપ્પો વોચ 2 સિરીઝનાં સ્પેસિફિકેશન

  • ચીનના ટેક ટિપ્સ્ટરના રિપોર્ટ પ્રમાણે, ઓપ્પો વોચ 2 સિરીઝની સાઈઝ 46mm હશે. તેનાં ડસ્ટી અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • xda ડવલપર્સના રિપોર્ટ પ્રમાણે વોચમાં સ્નેપડ્રેગન Wear 4100 પ્રોસેસર મળશે.
  • સ્માર્ટવોચમાં 16GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
  • આ વોચમાં નવા વોચ ફેઝિસ મળશે.
  • તેમાં સ્ટ્રેસ ડિટેક્શન ફીચર મળી શકે છે. ઓપ્પો રિલેક્સ એપ યુઝરને સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરશે. વોચ નેચર સાઉન્ડ વગાડી સ્ટ્રેસ લેવલ ઓછું કરશે.
  • તેનો અર્થ એ છે કે અપકમિંગ વોચમાં સ્પીકર મળશે.
  • આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં ઓપ્પો વોચ 2 સિરીઝ લોન્ચ થઈ શકે છે.
  • લીક રિપોર્ટ પ્રમાણે વોચ LTE કનેક્ટિવિટી અને ઈ સિમ સપોર્ટ કરશે.
  • વોચ સ્લીપ અને હાર્ટ રેટ મોનિટરિંગ, સ્ટેપ કાઉન્ટ, કેલરી બર્ન સહિતનાં હેલ્થ મોડ સપોર્ટ કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments