અપકમિંગ પ્રોડક્ટ : 18મે એ કંપની થર્ડ જનરેશન એરપોડ્સ લોન્ચ કરી શકે

0
6

એપલ તેના થર્ડ જનરેશન એરપોડ્સ 18મેએ લોન્ચ કરી શકે છે. રુમર્સ છે કે કંપની આ જ દિવસે હાઈફાઈ અથવા એપલ મ્યુઝિક ટિયર પરથી પણ સસ્પેન્સ ઉજાગર કરશે. મેકરુમર્સના રિપોર્ટ પ્રમાણે, એપલ યુટ્યુબર લ્યુક મિયાનીએ લોન્ચિંગના સમાચાર આપ્યા છે. મિયાનીએ કહ્યું છે કે, નેક્સ્ટ જનરેશન એરપોડ્સનાં લોન્ચિંગ સાથે એપલ મ્યુઝિક હાઈફાઈ ડેબ્યુ કરી શકે છે.

નવાં એરપોડ્સ અપડેટેડ ડિઝાઈન સાથે આવશે. તેનાં લાઈનઅપમાં પ્રો મોડેલ સામેલ કરવામાં આવી શકે છે. તેમાં એક્ટિવ નોઈઝ કેન્સલેશન જેવાં ફીચર્સ મળી શકે છે.

અપકમિંગ એરપોડ્સ નોઈઝ કેન્સલેશન ફીચર્સથી સજ્જ હોઈ શકે છે

વાયરલેસ ચાર્જિંગ અને સિરી સપોર્ટ પણ મળશે

રુમર્સ છે કે 2019માં સામાન્ય રિફ્રેશ થયા બાદ હવે અરપોડ્સમાં મોટી અપડેટ મળશે. તેમાં વાયરલેસ ચાર્જિંગ, સિરી સપોર્ટ અને સારી બેટરી લાઈફ મળશે. એપલ એનાલિસ્ટ મિંગ શી કૂના જણાવ્યા પ્રમાણે, ત્રીજા ક્વાર્ટરમાં એરપોડ્સનું મોટા પાયે પ્રોડક્શન થશે.

ફેસ ID સ્કેનર સેન્સર નાનું થશે
એપલ આઈફોન 13માં ફેસ ID સ્કેનરની સાઈઝ 50% ઘટાડી શકે છે. એપલ ઈન્સાઈડરના રિપોર્ટ પ્રમાણે એપલ ફેસ ID સેન્સરનો આકાર નાનો થઈ શકે છે. રિપોર્ટ મુજબ, જો સેન્સરને ડિસ્પ્લેની પાછળ અટેચ કરવામાં આવે તો આકાર નાનો થઈ શકે છે. તો નોચ પણ નાનો બનશે.

ડિજિટાઈમ્સના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપલ તેના VCSEL (વર્ટિકલ કેવિટી સરફેસ એમિટિંગ લેઝર) ચિપ્સની સાઈઝમાં 50% સુધીનું રિડક્શન કરી શકે છે. તેનો ઉપયોગ 3D ફેસ ID સ્કેનિંગ માટે કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here