અપકમિંગ : સલમાન ખાન મેરેજ હોલ પરની ફિલ્મ પ્રોડ્યૂસ કરશે, ફિલ્મનું નામ હાલ પૂરતું ‘બુલબુલ મેરેજ હોલ’

0
29

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાન એક્ટિંગની સાથે ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરે છે. હાલ તો તે ‘દબંગ 3’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે એક્ટર અને પ્રોડ્યૂસર તરીકે જોડાયો છે. ઉપરાંત સલમાન ખાન ‘ધ કપિલ શર્મા શો’ અને ‘નચ બલિયે 9’ જેવા ટીવી શોને પણ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. હવે તે મેરેજ હોલ પર આધારિત એક ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનો છે. ફિલ્મનું હાલ પૂરતું નામ ‘બુલબુલ મેરેજ હોલ’ રાખવામાં આવ્યું છે.

ફિલ્મની સ્ટોરી લગ્નના હોલ પર આધારિત હશે. સ્ટોરીનો પ્લોટ દિલ્હીના બે ભાઈઓની આસપાસ ફરે છે. ફિલ્મની સ્ટારકાસ્ટ હજુ ફાઇનલ થઇ નથી. રિપોર્ટ મુજબ આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનામાં શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here