અપકમિંગ : યામાહા મોટર ઇન્ડિયાએ Fascino 125 Fi હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કરવાની જાહેરાત

0
0

યામાહા મોટર ઇન્ડિયાએ Fascino 125 Fi હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટમાં Fascino 125 Fi સ્કૂટરનું નવું મોડેલ રજૂ કરવાની જાહેરાત કરી છે. આ સ્કૂટરમાં કરન્ટ મોડેલના BS6 કમ્પ્લાયન્ટ 125cc એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 6,500rpm પર 8.2PS પાવર અને 5,000rpm પર 10.3Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ હજી સુધી સ્કૂટરની કિંમત જાહેર કરી નથી. કંપનીએ કહ્યું કે, ફાસિનો લોન્ચ થયા પછી યામાહા Ray ZR સિરીઝ દ્વારા વેચાતા અન્ય 125cc સ્કૂટર્સમાં પણ આ જ ટેક્નિકની અપેક્ષા રાખવામાં આવી શકે છે.

Fascino125 Fiમાં ક્વાઇટ એન્જિન સ્ટાર્ટ સિસ્ટમ અને ઓટોમેટિક સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ મળશે
Fascino125 Fiમાં ક્વાઇટ એન્જિન સ્ટાર્ટ સિસ્ટમ અને ઓટોમેટિક સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ મળશે

એન્જિન ડિટેલ્સ
કંપનીએ આ સ્કૂટરમાં સ્પેશિયલ સ્માર્ટ મોટર જનરેટર (SMG)નો ઉપયોગ કર્યો છે. આ સ્માર્ટ મોટર જનરેટર ઇલેક્ટ્રિક મોટરની જેમ કાર્ય કરે છે, જે ચાલતી અને ચડતી વખતે સ્કૂટરને પાવર આપવામાં મદદ કરે છે. જ્યારે નક્કી કરેલા RPM પહોંચી જાય ત્યારે પાવર આસિસ્ટ આપમેળે જ બંધ થઈ જાય છે. Fascino125 Fiમાં ક્વાઇટ એન્જિન સ્ટાર્ટ સિસ્ટમ અને ઓટોમેટિક સ્ટોપ એન્ડ સ્ટાર્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ સ્કૂટરમાં સાઇડ સ્ટેન્ડ કટ ઓફ એન્જિન પણ આપવામાં આવ્યું છે. આ ફીચર ભારતમાં લોન્ચ કરાયેલા તમામ ટૂ વ્હીલર્સમાં સ્ટાન્ડર્ડ તરીકે સામેલ છે.

ફીચર્સ
સ્કૂટરના ડિસ્ક બ્રેક મોડેલમાં હેડલાઇટ અને હેડલાઇટના સેન્ટરમાં LED લાઇટ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 190mm ફ્રંટ ડિસ્ક બ્રેક, યામાહા X એપ બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આપવામાં આવી છે. યામાહાની કનેક્ટ X એપ દ્વારા યુઝરને આન્સર બેક, લોક માય વ્હીકલ, રાઇડિંગ હિસ્ટ્રી, પાર્કિંગ રેકોર્ડ અને હેઝાર્ડ જેવાં ફીચર્સ મળશે.

સ્કૂટર ફોલ્ડેબલ હૂક, મેન્ટેનન્સ ફ્રી બેટરી, ઓપ્શનલ USB ચાર્જર જેવાં અનેક ફીચર્સથી સજ્જ હશે
સ્કૂટર ફોલ્ડેબલ હૂક, મેન્ટેનન્સ ફ્રી બેટરી, ઓપ્શનલ USB ચાર્જર જેવાં અનેક ફીચર્સથી સજ્જ હશે

કલર ઓપ્શન
સ્કૂટરના ડ્રમ બ્રેક મોડેલમાં સાઇડ સ્ટેન્ડ કટ ઓફ એન્જિન, મલ્ટિ-ફંક્શન કી, 21 લિટરનું મોટું સ્ટોરેજ, ફોલ્ડેબલ હૂક, મેન્ટેનન્સ ફ્રી બેટરી, ઓપ્શનલ USB ચાર્જર, 90/90-12 ફ્રંટ ટાયર અને 110/90-10 રિઅર ટાયર આપવામાં આવ્યાં છે. આ સ્કૂટરના બંને મોડેલમાં કંપનીએ ગ્રાહકો માટે ઘણા કલર ઓપ્શન રજૂ કર્યા છે, જેમાં ડિસ્ક બ્રેક વેરિઅન્ટ વિવિડ રેડ સ્પેશિયલ, મેટ બ્લેક સ્પેશિયલ, કૂલ બ્લુ મેટાલિક, ડાર્ક મેટ બ્લુ, સુયવે કોપર, યલો કોકટેલ, સ્યાન બ્લુ કલર ઓપ્શન હશે, જ્યારે ડ્રમ બ્રેક વેરિઅન્ટ વિવિડ રેડ, કૂલ બ્લુ મેટાલિક, ડાર્ક મેટ બ્લુ, યલો કોકટેલ, સુયવે કોપર, સ્યાન બ્લુ અને મેટાલિક બ્લેક કલર ઓપ્શન મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here