Saturday, August 13, 2022
HomeCBSE 10માના રિઝલ્ટને લઈને અપડેટ : બોર્ડ 10મા ધોરણનું પરિણામ આવતી કાલે...
Array

CBSE 10માના રિઝલ્ટને લઈને અપડેટ : બોર્ડ 10મા ધોરણનું પરિણામ આવતી કાલે જાહેર થશે, કેન્દ્રીય મંત્રી નિશંકે ટ્વીટ કરીને પુષ્ટિ કરી

- Advertisement -

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના 10મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં હજી પણ અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે, મીડિયામાં 12માની જેમ જ અચાનક પરિણામ જાહેર કરીને ચોંકાવનારા સમાચાર પર કેન્દ્રીય મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંક અને CBSEના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું કે, 10મા ધોરણનું પરિણામ 14 જુલાઈએ એટલે કે મંગળવારે આજે જાહેર કરવામાં નહીં આવે. પરિણામ આવતીકાલે, 15 જુલાઈએ જાહેર થવાની સંભાવના છે.

15 જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવી શકે છે
આ અગાઉ કોર્ટના આદેશ બાદ CBSEએ જાણકારી આપી હતી કે, બોર્ડના પરિણામ 15 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ ક્રમમાં 12મા ધોરણનું પરિણામ 13 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ હવે આતુરતાથી 10મા ધોરણના પરિણામની રાહ જોઈ રહ્યા છે. 10માની પરિક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ  cbseresults.nic.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે.

18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી
CBSE 10માનું પરિણામ cbse.nic.in અને results.nic.in પણ જોઈ શકાય છે. આ વર્ષે લગભગ 18 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષા આપી હતી. CBSEએ પહેલા 12મા ધોરણનું પરિણામ 13 જુલાઈએ જાહેર કરી દીધું. કુલ 88.78% વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા આપી હતી.

2019માં 6મેના રોજ આવ્યું હતુ પરિણામ

ગત વર્ષે બોર્ડે 6 મેના રોજ 10માનું પરિણામ જાહેર કર્યું હતું. ગત વર્ષે 10મા ધોરણમાં લગભગ 91.1 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, તેમાં  92.45 ટકા છોકરીઓ, 90.14 ટકા છોકરાઓ અને 94.74 ટકા ટ્રાંસજેન્ડર સામેલ હતા. તેમજ વર્ષ 2019માં 13 એવા વિદ્યાર્થીઓ હતા, જેમણે 500 માંથી 499 ગુણ મેળવ્યા હતા

આવતી કાલે આવી રીતે પરિણામ જોઈ શકાશે

  • સૌથી પહેલા CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જવું
  • અહીં હોમ પેજ પર ધોરણ 10મા CBSE Results 2020 લિંક પર ક્લિક કરો
  • હવે એક નવું પેજ ઓપન થશે ત્યારે ઉમેદવારોએએ લોગઈન કરવાનું રહેશે
  • લોગઈન કરતા જ તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે
  • પરિણામ જોયા બાદ તેને ડાઉનલોડ કરીને હાર્ડ કોપી રાખો

મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય 

આ વખતે બોર્ડ કોરોના લોકડાઉનના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે બાકીની પરીક્ષાનું આયોજન કરી શક્યું નથી. આવી સ્થિતિમાં  CISCE બોર્ડની જેમ જ CBSEએ 12મા ધોરણ બાદ હવે 10મા ધોરણનું પરિણામ પણ મેરિટ લિસ્ટ વગર અને ટોપર્સ લિસ્ટ વિના જાહેર કરશે.

ડિજિટલ માર્કશીટ હશે

આ વિદ્યાર્થીઓને ડિજિલોકર દ્વારા ડિજિટલ માર્કશીટ આપવામાં આવશે. ડિજિલોકરથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેને  digilocker.gov.in પરથી ડાઉનલોડ કરવાની રહેશે. બોર્ડની તરફથી વિદ્યાર્થીઓને ડિજિલોકર ક્રેડેંશિયલ્સ SMS દ્વારા આપવામાં આવશે. તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular