જસદણ : ખાનપરમાં અનૈતિક સંબંધની જાણ થતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, બંનેની ધરપકડ

0
9

રાજકોટ. જસદણના ખાનપર ગામમાં 2 દિવસ પહેલા કોળી યુવકની હત્યા કરી મૃતદેહ જસદણ પોલીસની હદમાં ફેંકી હત્યારાઓ નાસી છૂટયા હતાં. પોલીસ તપાસ દરમિયાન અનૈતિક સંબંધની જાણ થઈ જતા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હત્યારી પત્ની રેખા હરેશભાઈ કિહલા અને પ્રેમી દિનેશ ઉર્ફ મહેશ મકવાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(મૃતક હરેશભાઇ સોમાભાઇ કિહલા)

2 દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી

જસદણના ખાનપર ગામનાં રહેવાસી અને ખાનપરમાં પાનની દુકાન ધરાવતા હરેશભાઇ સોમાભાઇ કિહલા (ઉં.વ.32) ઉર્ફે ગભલો 2 દિવસ પહેલા ઘરેથી બહાર જવાનું કહી નીકળ્યો હતો. બાદમાં બીજા દિવસે વહેલી સવારે જસદણ-ખાનપર રોડ ઉપર અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાનું જસદણ પોલીસને કોઇએ જાણ કરતા જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ કરતા મૃતક ખાનપરનો હરેશ હોવાનું બહાર આવ્યું હતું. આમ તપાસ દરમિયાન પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક હરેશે ગામમાં જ પ્રેમ લગ્ન કર્યા હતા અને મૃતકના સંતાનમાં બે બાળકો છે. હરેશ સામે અગાઉ પણ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુના નોંધાયાં હોવાનું પણ જાણવા મળ્યું છે. હરેશ બે ભાઇઓમાં મોટો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here