અહેવાલઃ ( રવિકુમાર કાયસ્થ ) દ્વારકા જગત મંદિરે પ્રતિબંધિત ડ્રોન વિસ્તારની આસપાસ સોમવારે (3 ફેબ્રુઆરી) શંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્ર દોડતું થયું હતું. ડ્રોન દેખાતા તુરંત જ પોલીસ ફોર્સ એસોમવારે (3 ફેબ્રુઆરી) દ્વારકાધીશના મંદિરના શિખર પર પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું હતું. જેની જાણ થતાં તંત્રએ તુરંત કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ડ્રોન ઉડાડનાર મુંબઈના એક શખસની અટકાયત કરી છે. ક્શનમાં આવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ડ્રોન ઉડાડનાર વ્યક્તિને ઝડપી લેવાયો છે.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ શખસ મુંબઈનો રહેવાસી છે અને એક યુટ્યુબર છે. તે પોતાની યુટ્યુબ ચેનલ માટે વિવિધ જગ્યાનું ડ્રોનથી શૂટિંગ કરે છે અને વીડિયો બનાવે છે. દ્વારકા પોલીસે મંજૂરી વિના ડ્રોન ઉડાડવાના કારણે શખસ પર કાયદાકીય કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી છે.